આપણે ત્યાં કડી પત્તા ને મીઠા લીમડાના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે તે દેખાવમાં એકદમ લીમડા જેવો જ હોય છે પરંતુ સ્વાદમાં લીમડા જેટલો કડવો હતો નથી. જો તમે સાદા લીમડા અને આ મીઠા લીમડાની તુલના કરો તો મીઠા લીમડાની અંદર કોઇપણ જાતનો ગુણ હોતો નથી. અને તેનો ઉપયોગ આપણે ભોજનની અંદર વઘાર માટે કરતા હોઈએ છીએ.
ભારતમાં લગભગ દરેક જગ્યાએ આ મીઠો લીમડો જોવા મળતો હોય છે. અને તેને તમે ઘરે નાના એવા કૂંડામાં પણ ઉગાડી શકો છો. મીઠા લીમડાને જ્યારે તેલના વઘારમાં ઉમેરવામાં આવે છે. ત્યારે એકદમ અલગ જ પ્રકારની સુગંધ ફેલાઈ જાય છે. પરંતુ આ જ મીઠો લીમડો આયુર્વેદના શાસ્ત્રો અનુસાર ખૂબ જ ફાયદાકારક પણ છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મીઠા લીમડાના સેવન કરવાના કારણે આપણા શરીરને કયા કયા પ્રકારના લાભ થઈ શકે છે જો તમે પણ આ લાભ વિશે જાણી લેશો તો તમે પણ શરૂ કરી દેશો આ લીમડાનું સેવન
લીવરની સમસ્યા
આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે લીવર લીવર જ્યાં સુધી આપણા શરીરમાં યોગ્ય રીતે કામ કરે છે. ત્યાં સુધી આપણા શરીરના બધા જ અંગો સ્વસ્થ રીતે કામ કરે છે. પરંતુ જ્યારે લિવર આપણા શરીરમાં કામ કરતું બંધ થઈ જાય છે. ત્યારે આપણને અનેક પ્રકારના રોગ થાય છે પરંતુ જો મીઠા લીમડાનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેની અંદર રહેલા તત્વો તમારા લીવરને બેક્ટેરિયા અને વાઇરલ ઇન્ફેક્શનથી બચાવે છે. અને આથી જ લીવરની સમસ્યા ધરાવતા લોકો માટે મીઠો લીમડો ખૂબ જ ફાયદાકારક છે.
આંખોની સમસ્યામાં
મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે. અને જે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આથી મીઠા લીમડા નું સેવન કરવાના કારણે તમારા આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને આંખોના નંબર છે તેવા લોકો માટે પણ મીઠો લીમડો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
વાળની સમસ્યામાં
મીઠો લીમડો ખૂબ જ ઉત્તમ અને કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. આથી જ મીઠો લીમડો તમારા વાળને લગતી દરેક સમસ્યાઓને દૂર કરે છે. તમારા વાળને મજબૂત કરે છે. અને અને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટ રાખે છે. આ માટે મીઠા લીમડાના પાનનો બારીક પાઉડર બનાવી લઈ તેને નારિયેળ તેલની અંદર ઉમેરી દો. અને ત્યારબાદ આ તેલને ગરમ કરી તમારા વાળમાં મસાજ કરો. તમારા વાળને લગતી દરેક સમસ્યામાં તમને રાહત મળશે.
કેન્સરના રોગમાં
મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે.. જે શરીરની અંદર રહેલી કેન્સર જેવી બીમારીઓ સામે લડવા માટે પણ તમારા શરીરને જરૂરી એવી શક્તિ પ્રદાન કરે છે. આથી કેન્સરના દર્દીઓ જો મીઠા લીમડાનું સેવન કરે તો તે તેના માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે
મીઠા લીમડાની અંદર એવા તત્વ હોય છે જેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર ઈન્સ્યુલીન ઉત્પન્ન થાય છે. અને આથી જ આ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમ કે ડાયાબિટીસના દર્દીઓ જે ઇન્સ્યુલિન ઇંજેકશન અથવા તો દવા વાટે પોતાના શરીરની અંદર ઉમેરતાં હોય છે. તેવું ઇન્સ્યુલિન આ મીઠા લીમડામાં થી તેને કુદરતી રીતે મળી જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.