બાળકના શારીરિક વિકાસ માટે દૂધ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. બાળકના જન્મની સાથે જ તેના સંપૂર્ણ વિકાસ માટે તેને માતાનું દૂધ આપવામાં આવે છે. અંદાજે છ મહિના બાદ જ્યારે બાળકને માતાના દૂધમાંથી મળતાં પોષણ સિવાય વધારાના પોષણની જરૂર પડે ત્યારે તેને બહારનું દૂધ આપવામાં આવે છે, અને આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને સૌથી વધુ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે.
ગાયને ભારત દેશમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાયનું દૂધ આપણને અનેક બીમારીઓથી દૂર રાખે છે, અને કદાચ આથી જ બાળકોને પીવડાવવા માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાયનું દૂધ પીવાથી બાળકોનો શારીરિક વિકાસ ખૂબ સારો થાય છે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઈટમાં પણ વધારો થાય છે.
એક વૈજ્ઞાનિક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે ગાયનું દૂધ પીનારા બાળકોની હાઈટ અન્ય બીજા પ્રકારના દૂધ પીનારા બાળકો કરતાં થોડી વધુ હોય છે. આ પરીક્ષણમાં અન્ય દૂધમાં સોયા મિલ્ક, કોકોનટ મિલ્ક, આલ્મંડ મિલ્ક, સોયા મિલ્ક અને ભેંસના દૂધ ઉપર પણ અધ્યયન કરવામાં આવ્યું હતું.
આ અધ્યયનમાં સામે આવ્યું છે કે અંદાજે ત્રણ વર્ષની ઉંમરે ગાયનું દૂધ પીનારા બાળકો અને અન્ય દૂધ પીનારા બાળકોની હાઈટમાં અંદાજે ૧.૫ સેન્ટીમીટર નો તફાવત રહે છે.
વનસ્પતિ જાન્ય દૂધ અનર ગાય ના દૂધ નો સર્વે:-
આ સર્વેમાં વનસ્પતિજન્ય દૂધ તથા ગાય ના દુધ વચ્ચે પણ અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે વનસ્પતિજન્ય દૂધ કરતા ગાયનું દૂધ અનેક ગણો વધુ પોષ્ટિક અને આરોગ્યપ્રદ છે. ગાયના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી તથા અન્ય જરૂરી મિનરલ્સ ઉપલબ્ધ છે, જે બાળકના શારીરિક વિકાસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
ભેંસ કરતા ગાયનું દૂધ ઘણું સારું છે
આ સર્વેમાં ગાય તથા ભેંસના દૂધ વચ્ચેના તફાવત નું અધ્યયન કરવામાં આવ્યું. આ અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું કે ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં અનેક ગણું વધુ સારું છે, કેમકે દૂધમાં હમેશા દૂધ આપનાર પ્રાણી જેવા જ ગુણ હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભેંસ ખૂબ આળસુ પશુ છે. આથી તેનુ દૂધ પીવાથી બાળક માં આળસ સિવાય બીજો કોઈ ગુણ નહીં આવે. અને એ જ રીતે ગાય નું દૂધ પીવાથી બાળક હંમેશા સ્ફૂર્તિલું અમે તેજ બનશે.
આથી જ કદાચ આપણા શસ્સ્ત્રોમાં ગાયના દૂધ ને ઉત્તમ માનવામાં આવે છે. આ થી હંમેશા આપના બાળક ના સર્વાંગી વિકાસ માટે તથા તેની ઉંચાઈ વધારવા માટે ગાયનું દુધાજ સર્વ શ્રેષ્ઠ છે.
લેખન તથા સંકલન : દિવ્યા રાવલ