કિસમિસ એક ખૂબ જ પૌષ્ટિક ડ્રાયફ્રુટ છે. આપણને કોઈપણ કરિયાણાની દુકાનમાંથી કિસમિસ ખૂબ આસાનીથી મળી જાય છે. ઘણા લોકોને સુખી કિસમિસ ખૂબ જ ભાવે છે અને લોકો સુકામેવા સાથે તેને સ્વાદ લઈને ખાય છે. પરંતુ જો આ કિસમિસને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે બની શકે છે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સૂકી દ્રાક્ષ ના અમુક એવા ફાયદાઓ કે જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ માટે તમારે સૂકી દ્રાક્ષને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવી ત્યારબાદ સવારમાં ઊઠીને ભૂખ્યા પેટે આ દ્રાક્ષ ને ખાઈ જવી. સાત દિવસ સુધી એકધારા આ રીતે પાણીમાં પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી તમને થશે આ ફાયદાઓ.
આંખોની સમસ્યામાં
જો રોજ સવારમાં ભૂખ્યા પેટે પાણીમાં પલાળેલી આ સુકી દ્રાક્ષ ખાવા માં આવે તો તમારી આંખોને લગતી સમસ્યામાંથી રાહત મળે છે. કેમ કે પાણીમાં પલાળેલી સૂકી દ્રાક્ષ વિટામિન એ નો સારો એવો સ્ત્રોત છે આથી જો સૂકી દ્રાક્ષ ને આ રીતે ખાવામાં આવે તો ધીમે ધીમે તમારી આંખોની બધી જ તકલીફો દૂર થતી જાય છે. આ ઉપરાંત જે લોકોને આંખોના નંબર હોય તથા તેની આંખો ખેંચાયા કરતી હોય તો તે લોકોને આ સમસ્યામાંથી રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોને નંબરના કારણે તેનું માથું ભારે રહેતું હોય તે લોકોને પણ આંખોની આ સમસ્યામાંથી રાહત મળે છે.
હિમોગ્લોબીન વધારે છે
જો તમારા શરીરમાં પણ લોહીની ઉણપ છે અથવા તો તમારા લોહીમાં હિમોગ્લોબીન ની ઉણપ છે તો તમારે જરૂર થી આ પાણીમાં પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાની જરૂર છે. કેમકે આ સૂકી દ્રાક્ષ ખાવાના કારણે તમારા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. જેને કારણે શરીરમાં નવું લોહી બને છે. આથી તમારા શરીરમાં એક નવી ચમક આવે છે અને નવી સ્ફૂર્તિ આવે છે આ ઉપરાંત તેના કારણે તમારા ચામડીના રોગો પણ દૂર થાય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં
જો તમને પણ બ્લડપ્રેશરની બીમારી હોય અને તમને પણ વાતે વાતે ગુસ્સો આવતો હોય તો તમારે પણ જરૂર છે આ સૂકી દ્રાક્ષ ખાવાની કેમકે આ સૂકી દ્રાક્ષ ની અંદર રહેલા અમુક દ્રવ્યો તમારા માથાની ગરમીને દૂર કરે છે. જેને કારણે તમને વારેવારે ગુસ્સો આવતો નથી તથા તમારો નેચર સુધરે છે જેને કારણે જો તમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.
આમ રોજ રાત્રે 10 થી 15 દાણા સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને રાખી મૂકવા અને ત્યારબાદ સવારે ઊઠીને ભૂખ્યા પેટે આ દ્રાક્ષ ના દાણા ખાઈ જવા તથા સાથે સાથે એ પાણી પણ પી જવું. આવું માત્ર સાત દિવસ કરવાથી તમને ઉપર બતાવેલી દરેક બીમારીમાંથી રાહત મળશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.