માત્ર લસણ જ નહીં પરંતુ તેના ફોતરાં પણ છે ખૂબ જ ગુણકારી કરશે અનેક બીમારીઓને દૂર

આપણે ત્યાં મોટાભાગના ઘરોની અંદર લસણનો ઉપયોગ ભરપૂર માત્રામાં થતો હોય છે. આપણા દરરોજના ભોજનની અંદર કોઇને કોઇ જગ્યાએ લસણનો ઉપયોગ તો થતો જ હોય છે. દરેક લોકો લસણને ખૂબ જ પસંદ કરે છે અને તેનો ઉપયોગ કરીને પોતાના ખોરાકનો સ્વાદ વધારે છે અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. આપણે જાણીએ છીએ કે લસણનો ઉપયોગ અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે.

પરંતુ જ્યારે આપણે આ લસણને ભોજનમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ ત્યારે તેના ફોતરા ને નકામા સમજીને દૂર કરી દઈએ છીએ. સામાન્ય રીતે આપણે લસણની કળીઓનો જ આપણા ખોરાકમાં દવા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના ફોતરા ને વધારાનો કચરો સમજીને ડસ્ટ બીનમાં નાખી દેતા હોઈએ છીએ.

પરંતુ લસણના જે ફોતરા ને આપણે કચરો સમજીએ છીએ તે ખરેખરમાં કચરો નથી પરંતુ લસણ ના ફોતરા પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ લસણના કુતરા ના કેટલાક ફાયદાઓ જે જાણીને તમે પણ રહી જશો દંગ.

લસણ ના ફોતરા ને પાણીમાં નાખીને કાઢી લીધા બાદ જ્યારે આ પાણી એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેનાથી વાળ ધોવાના કારણે વાળને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે આ ઉપરાંત તેના કારણે ખરતા વાળ પણ ઓછા થઇ જાય.

Chicken stock બનાવતી વખતે જો લસણના કૂતરાને તેમાં અગાઉથી ઉમેરી દેવામાં આવે તો તેનો સ્વાદ એકદમ મજેદાર બની જાય છે.

પાણીમાં થોડા લસણ ના ફોટા ઉમેરી તે પાણીની અંદર તમારા પગ થોડીવાર ડૂબાડી રાખો આમ કરવાથી જો તમારા પગમાં કોઇપણ જાતનો સોજો આવ્યો હશે તો તે દૂર થઈ જશે.

લસણના કૂતરાની એકદમ બારીક પેસ્ટ બનાવી લો તેની અંદર લીંબુનો રસ ભેળવી તમારા વાળમાં લગાવવાથી વાળ ને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.

લસણના કૂતરાને બરાબર શેકી લઈ તેનો પાવડર બનાવી લો તેને ઓલિવ ઓઈલમાં ભેળવીને વાળમાં લગાવવાથી તમારા વાળને કુદરતી ચમક મળશે અને તેનો કલર એકદમ કાળો થઇ જશે.

પાણીમાં લસણ ના ફોટા ઉકાળી એ પાણીથી કોગળા કરવાથી અથવા તો તેનો નાસ લેવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.

લસણ ના ફોતરા ની બારીક પેસ્ટ બનાવી લો તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પર થતા ખીલની સમસ્યામાંથી રાહત મળે છે.

લસણના પોતાની પેસ્ટ માં થોડું મધ મિક્સ કરી રોજ સવાર-સાંજ તેનું સેવન કરવામાં આવે તો અસ્થમા ની બીમારીમાંથી રાહત મળે છે.

આમ લસણ તો આપણા જમવાનો સ્વાદ વધારે છે પરંતુ સાથે સાથે તેના ફોતરા પણ આપણને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે અને આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ઉપયોગી નીવડે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *