માત્ર પાંચ દિવસોમાં કોઈ પણ ગૂમડાં અને મટાડી દેશે આ પાન જાણો કઈ રીતે.

મિત્રો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વરસાદની ઋતુમાં મોટાભાગના લોકોને ગુમડા ની સમસ્યા સર્જાતી હોય છે. કેમકે વરસાદની ઋતુમાં અવારનવાર ગંદા પાણીના સંપર્કમાં આવવાના કારણે તથા પાણીમાં રહેલી ગંદકીના કારણે લોકોને ત્વચા ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે અને તેમાંની જ એક છે તમારી સ્કિન પર થતા ગુમડા.

જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીર પર આવા ગુમડા થાય છે ત્યારે તેના શરીર પર લાલ ચકામાં થઇ જાય છે અને તેના પર નાના એવા મોતીના દાણા જેવી સફેદ ફોડલીઓ થઈ જાય છે અને ધીમે ધીમે આ ગુમડુ મોટું થતું જાય છે અને એક સમયે પાકી ગયા બાદ તે ફૂટી જાય છે અને તે સમયે આ ગુમડુ ખૂબ જ અસહ્ય પીડા દાયક બની જાય છે કોઈ પણ વ્યક્તિ ને જોતા જ ખબર પડી જાય કે આ વ્યક્તિને ગૂમડા થયા છે.

આ ગુમડા માંથી નીકળતું પરુ પણ ચેપી હોય છે અને તે જે જે જગ્યાએ તમારા સ્કિન પર લાગે છે તે જગ્યાએ બીજા નવા ગુમડાઓ થવાની શક્યતા વધી જાય છે. પરંતુ જો તમને પણ આ પ્રકારના ગુમડા થતા હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી. કેમકે આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ એક એવો ઉપાય છે જે કરવાથી તમે ખૂબ આસાનીથી આ ગુમડામાંથી છુટકારો મેળવી શકો છો.

આવા ગુમડા ને દૂર કરવા માટે તમારે જરૂર છે તુલસીના પાનની સૌપ્રથમ તુલસીના પાનને પાણીમાં બરાબર ઉકાળી લો અને ત્યારબાદ જે જગ્યાએ ગૂમડા થયા હોય તે જગ્યાએ તેને લગાવી દો. ત્યારબાદ આ તુલસીના પાનમાંથી રસ કાઢી લઈ અને જે જગ્યાએ ગૂમડા થયા હોય તે જગ્યાએ તેનો રસ દિવસમાં બેથી ત્રણ વખત લગાવો આવું સતત ચારથી પાંચ દિવસ કરવાથી કોઈપણ પ્રકારના ગુમડા દૂર થઈ જશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *