મિત્રો આપણે દરેક જાણીએ છીએ કે મુંબઈને માયા નગરી કહેવામાં આવે છે. કેમકે મુંબઈની અંદર હજારો લોકો પોતાના સ્વપ્નો પૂરા કરે છે અને અહીંના લોકો પોતાની બંધ આંખો કરતાં ખુલ્લી આંખોથી સ્વપ્નો જોવાં વધારે પસંદ કરે છે. અને આ જ કારણ છે કે અહીંયા આવનારા દરેક વ્યક્તિ અવશ્ય અને અવશ્ય સફળ થાય છે. પરંતુ આમાંના ઘણા લોકો એવા હોય છે કે જે આ માયાનગરીની અંદર આવીને એટલી સફળતા હાંસિલ કરે છે, કે કોઈ વ્યક્તિ સપનામાં પણ ન વિચારી શકે. અને આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જ એક એક્ટરની.
મુંબઈને માયા નગરી કહેવામાં આવે છે સાથે સાથે તેને બોલિવૂડની નગરી પણ કહેવામાં આવે છે. દરરોજ હજારો લોકો ભારતના ખૂણેખૂણાથી આવીને મુંબઈની અંદર આ ફિલ્મ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવે છે. જેમાંથી ઘણા લોકો પોતાના જીવનની અંદર ખૂબ જ મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. જ્યારે ઘણા લોકો સાઈડ એક્ટર બનીને રહી જાય છે. પરંતુ આજે અમે વાત કરવાના છીએ બોલિવૂડના એક મહાન અભિનેતા ની એટલે કે બોલિવુડના કિંગ ખાન ની.
જો શાહરૂખ ખાનની કારકિર્દી વિશે વાત કરીએ તો તે મુંબઈ શહેરની અંદર માત્ર ૨૦ રૂપિયા લઈને પોતાનું નસીબ અજમાવવા માટે આવ્યો હતો. જ્યારે શાહરૂખ ખાન મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે માત્ર વીસ રૂપિયા હતા અને તે પણ તે પોતાના મિત્ર પાસેથી ઉધાર માંગી ને લાવ્યા હતા. શાહરૂખ ખાને મુંબઈ આવીને ખૂબ જ સ્ટ્રગલ કરી અને આજે તે 5000 કરોડની સંપત્તિનો માલિક છે.
મુંબઈ આવ્યા બાદ શાહરૂખ ખાને સૌથી પહેલા દૂરદર્શનની ફોજી નામની એક ચેનલ પર કામ કર્યું હતું. અને તે સમયે આ ફોજી કાર્યક્રમ ખુબ જ લોકપ્રિય થઈ ગયો હતો. અને જેથી જ શાહરૂખખાનને પણ ખૂબ સારી પ્રસિધ્ધી મળી હતી અને આથી જ આ કાર્યક્રમના કારણે શાહરૂખ ખાને બોલિવૂડમાં કામ કરવાનો એક મોકો મળ્યો અને શાહરૂખ ખાને આ મોકા નો ખૂબ સારો એવો ફાયદો પણ ઉઠાવ્યો.
પોતાની પહેલી સફળ ફિલ્મ બનાવ્યા બાદ કિંગ ખાને પોતાની કારકિર્દીમાં સતત ને સતત નવી-નવી પિક્ચરો બનાવતો ગયો અને વધુને વધુ મહેનતના કારણે તે લોકોમાં પ્રસિદ્ધ થતો ગયો. અને બોલિવૂડની ઊંચાઈઓ સર કરવા લાગ્યો. શાહરૂખ ખાને સમગ્ર બોલિવૂડની અંદર પોતાની એક અલગ પહેંચાન બનાવી લીધી અને આજે લોકો તેને બોલિવૂડનો કિંગ ખાન કહીને બોલાવે છે.
આમ પોતાના ગામમાંથી મિત્ર પાસેથી 20 રૂપિયા ઉધાર લઈને મુંબઈ ખાતે પોતાનું નસીબ અજમાવવા આવેલ આ કિંગ ખાન આજે માલિક છે 5000 કરોડની સંપત્તિનો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.