માત્ર બે રૂપિયાની આ વસ્તુ તમારા ઘરમાંથી મચ્છરોને કરશે કાયમ માટે દૂર.

મિત્રો ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ છે અને ઠેરઠેર વરસાદ થાય છે. આ વરસાદના કારણે ઘણી જગ્યાએ બંધિયાર પાણીમાં ધીમે ધીમે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. આ બંધિયાર પાણીમાં અનેક પ્રકારના ખતરનાક મચ્છરો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા ના મચ્છરો ઉત્પન્ન થાય છે. આ મચ્છરો આપણા ઘરથી દૂર રહે એ માટે આપણે અનેક ઉપાય કરતા હોઈએ છીએ.

મચ્છરો આપણા ઘરથી દૂર રહે તે માટે આપણે આખી રાત ગુડ નાઈટ ઓન રાખીએ છીએ, પરંતુ તે એક કેમિકલ માંથી બનેલી વસ્તુ છે. જે આગળ જતા આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આ ઉપરાંત આપણે mosquito રિપેલેન્ટનો ઉપયોગ પણ કરીએ છીએ. આમ છતાં પણ આપણને કોઈ નક્કર પરિણામ મળતાં નથી. ઘણી વખત મચ્છરને ભગાડવા માટે આપણે અગરબત્તી પણ કરીએ છીએ, જેનું ધુમાડો પણ આપણા માટે સ્વાસ્થ્ય કારક છે, પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો સરળ ઉપાય કે જેના દ્વારા તમે મચ્છરોને રાખી શકશો તમારાથી કાયમી માટે દૂર.

અહીં બતાવેલા આ ઉપાય દ્વારા તમે ઘરના દરેક ખુણામાં થી મચ્છરોને દૂર ભગાડી શકશો અને આ ઉપાય એ કુદરતી ઉપાય હોવાના કારણે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી. આ ઉપાય કરવા માટે તમારે કોઈ મોંઘીદાટ અગરબત્તી કે લિક્વિડ લેવાની જરૂર નથી. પરંતુ આ ઉપાય ખૂબ જ સસ્તામાં પતી જાય તેમ છે.

આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર કપૂર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. કપૂરની સુગંધ તમારા મનને પ્રફુલ્લિત કરી દે છે. જો કપૂર નો ઉપયોગ મચ્છર ભગાડવા માટે કરવામાં આવે તો તે ખૂબ જ કારગર ઉપાય સાબિત થાય છે. આ માટે તમારે કપૂરને અમુક વસ્તુ સાથે સળગાવવું જોઇએ.

આ માટે કપૂરને રસોડામાં મળી આવતા તમાલ પત્ર પર રાખી સળગાવવું જોઇએ. તમાલ પત્ર પર રાખીને સળગાવવાના કારણે તેમાંથી જે ધુમાડો નીકળે છે. તેના કારણે મચ્છરો તમારા ઘરમાંથી દૂર ભાગે છે. આ માટે તમારે ઘરના બારી-બારણા તથા દરવાજા બંધ કરી અને કપૂરને તમાલ પત્ર પર રાખી સળગાવવું. ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી ઘરના દરવાજા અને બારી બંધ રાખવી. દસથી પંદર મિનિટ બાદ તમારા ઘરમાંથી મચ્છરો આપમેળે દૂર ભાગી જશે.

આમ બજારમાં મળતી આ બે રૂપિયાની કપૂર ની ગોળી તથા તમારા રસોડામાં રહેલા તમાલપત્ર વડે તમે ઘરમાંથી દૂર ભગાડી શકો છો. આ ઉપરાંત આ ઉપાય તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી. ઉલટાનું આ ઉપાય કરવાના કારણે તમે રાત્રિ દરમિયાન વધુ સારી ઊંઘ લઇ શકો છો. કેમ કે આયુર્વેદ શાસ્ત્ર અનુસાર તમાલપત્ર સળગવાની સુગંધ એ તમારા મનને પ્રફુલ્લિત કરનારી હોય છે જેને કારણે તમે રાત્રે વધુ સારી ઊંઘ લઇ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *