નાના બાળકોને લઇને પરિવારજનોની લાપરવાહી કેટલી મોટી મુસીબત બની જાય છે જાણો તો આ વાત બની એમ કે એક માસૂમ બાળકે રમત-રમતમાં પોતાના માથાને પાણી ભરવાના વાસણમાં ફસાવી લીધો. જેને ઘણી મુસીબતો અને પ્રયાસો પછી કાઢવામાં આવી તો આવો જાણીએ શું બન્યું હતું આ માસુમ બાળકની સાથે.
આ માસુમ બાળકનું નામ હતું તે તો પિયુષ એ રમતના સમયે પાણી ભરવા ના વાસણ ને પોતાના માથામાં ફસાવી લીધું. જ્યારે તે તેમાંથી બહાર નીકળવા ગયો તો તે જોર જોર થી રડવા લાગ્યો તેને રડતો જોઈને પરિવારજનોને તેની આ હરકત વિશે ખબર પડી ત્યારે પરિવારજનોએ બાળકના માથામાં ફસાયેલા વાસણને કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ પરિવારજનોને બાળકના રડવાથી કંઈક અનહોની ની બીક લાગી તેથી તેને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં ડોક્ટરે પણ ફસાયેલ વાસણ કાઢવા માટે હાથ ઊંચા કરી દીધા ઘણી કોશિશ પછી બધા લોકો તેને એક વાસણ ની દુકાન પર તે બાળકને લઈ ગયા.
જ્યાં વાસણની મરામત કરવા વાળા કારીગરી ખૂબ જ સાવધાનીથી બાળકના માથામાંથી તે વાસણ બહાર કાઢ્યું બાળકને સુરક્ષિત જોઈને પરિવારજનોના જીવમાં જીવ આવ્યું જ્યારે બાળક સુરક્ષિત બહાર નીકળ્યું ત્યારે બાળકની માતાએ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે ભવિષ્યમાં ક્યારેય પણ તે પોતાના બાળકને લઈને લાપરવાહી નહીં કરે.
જ્યારે બાળકના માથામાંથી તે વાસણ કાઢવામાં આવી રહ્યું હતું એટલે કે કારીગર જ્યારે તે વાસણ કાઢવા માટે મથામણ કરી રહ્યું હતું ત્યારે ત્યાં ઉપસ્થિત બધા લોકો અને તે બાળકના પરિવારજનો બધા જ ભગવાન પાસેથી પ્રાર્થના કરતા હતા કે બાળક સુરક્ષિત અને સલામત રહે અને તેને કંઈ પણ હાનિ પહોંચી વગર તે વાસણ તેના માથા માંથી નીકળી જાય.
જ્યારે બાળકના માથામાંથી ફસાઈ ગયેલું વાસણ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે લોકો ખૂબ જ ડરી ગયા હતા. કારણ કે તે બાળક તે સમય દરમિયાન પાણી પીવા ની માંગ કરી રહ્યું હતું કે જે સંભવિત નહોતું. પરંતુ જ્યારે બાળક સહી-સલામત બચી ગયું ત્યારે તેના પરિવારજનો અને ત્યાં ઉપસ્થિત બધા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને ભગવાનનો ધન્યવાદ કર્યો હતો જ્યારે આ બધું બની રહ્યું હતું ત્યારે અમુક લોકોએ તે બનાવ નો વિડીયો પણ ઉતાર્યો હતો જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.