મંગળવાર ને શ્રીરામ ભક્ત હનુમાનજીનો વાર ગણવામાં આવે છે અને આ દિવસે લોકો હનુમાનની પૂજા અર્ચના કરે છે તથા તેની ઉપાસના કરે છે. મંગળવારના દિવસે ઘણા લોકો વ્રત પણ રાખે છે. રામ ભક્ત હનુમાન ની જે કોઈ સાચા દિલથી પૂજા-અર્ચના કરે છે હનુમાનદાદા તેના દરેક કષ્ટને દૂર કરે છે. આથી જ મંગળવારના દિવસે ઘણી જગ્યાએ હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પાઠ પણ કરવામાં આવે છે.
પરમ ભક્ત હનુમાન ને અજર-અમર માનવામાં આવે છે અને આજે પણ એવી માન્યતા પ્રચલિત છે કે, હનુમાનજી અત્યારે પણ પૃથ્વી પર જીવિત છે. અનેક લોકોનું માનવું એવું છે કે જે કોઈપણ જગ્યાએ મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ થતો હોય તે જગ્યાએ ભગવાન હનુમાન અવશ્ય અને અવશ્ય પધારે છે. આ ઉપરાંત જે કોઈ જગ્યાએ હનુમાન ચાલીસાનો પાઠ થતો હોય તે જગ્યાએ પણ ભગવાન હનુમાન તેના ભક્તોના કષ્ટોને દૂર કરવા માટે પહોંચી જાય છે.
શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે, મંગળવારના દિવસે જો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તમારી દરેક કષ્ટ અને તમારા દરેક દુઃખો દૂર થાય છે તથા તમે નીરોગી અને નિર્ભય બનો છો. મંગળવારના દિવસે શાસ્ત્રો અનુસાર જો 11 હનુમાન ચાલીસાના પુસ્તકોનું દાન કરવામાં આવે તો તે વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આથી કોઈ પણ ભક્તોએ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તથા પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે મંગળવારના દિવસે 11 હનુમાન ચાલીસાના પુસ્તકોનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત મંગળવારના દિવસે સુંદરકાંડના પુસ્તકનું પણ અથવા તો રામચરિત માનસનું પણ કરી શકાય છે. આમ કરવાથી ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા તેના પરિવારની અંદર સુખ અને શાંતિનો વાસ થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.