મંદિર વાળા રૂમમાં ક્યારેય ન રાખો મૃતકનો ની તસ્વીરો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થશે આ મહાપાપ.

આપણે વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવવા માટે અનેક પદ્ધતિઓ બતાવેલ છે. અને આપણે પણ સુખ સમૃદ્ધિ મળી રહે. આ માટે દરેક વસ્તુને વાસ્તુશાસ્ત્ર અનુસાર જ ગોઠવવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો, ભવિષ્યમાં તે આપણી તથા આપના પરિવાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં આપણે મંદિર રાખીએ છીએ. અથવા તો પૂજાઘર તેની અંદર સાથે બીજી અમુક એવી વસ્તુ રાખીએ છીએ કે જેના કારણે આપણને દોષ લાગે છે. પરંતુ જો યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો આપણે દોષમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવા જ અમુક ઉપાય જે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર હમેશા સાફ સુથરું અને સ્વચ્છ હોવું જોઈએ. તથા પૂજારૂમ એવી જગ્યાએ હોવો જોઈએ જેથી પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ આવી શકે જેને કારણે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પરંતુ આપણે ઘણી વખત અમુક એવી ભૂલ કરી દઈએ છીએ. કે તેને કારણે વસ્તુ શાસ્ત્ર ના નિયમો વિરુદ્ધ થાય છે.

સામાન્ય રીતે આપણે આપણા પૂજા ઘરમાં જ આપણા મૃત વડીલોની તસવીરો રાખી દઈએ છીએ. આમ રાખવા થી આપણે માનીએ છીએ કે, આપણે આપણા વડવાઓ ને માન સન્માન આપીએ છીએ. પરંતુ આમ કરવાથી તમે વાસ્તુશાસ્ત્રના નિયમો નું પાલન નથી કરતા.

કેમ કે, હિન્દુ ધર્મના વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાઘરમાં ક્યારેય પણ મૃતકોની તસવીરો ન લગાવવી જોઈએ. કેમકે આમ કરવાથી તમે કોઈ ન સ્વર મનુષ્યની સરખામણી ભગવાન સાથે કરો છો જે તદ્દન ખોટી છે. આ ઉપરાંત મનુષ્ય હંમેશા એક ધ્યાન એ ભગવાનની પૂજા કરવી જોઈએ. પરંતુ જ્યારે તમે પૂજાઘરમાં તમારા લોકોની તસવીરો રાખો છો ત્યારે એ તસવીરો જોઇને તમે ભાવુક થઇ જાવ છો જેના કારણે તમે એકાગ્રચિત્તે પૂજા કરી શકતા નથી.

આમ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારેય પણ તમારા વડીલ મૃતકોની તસવીરો ન રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો તમને વાસ્તુશાસ્ત્રનો દોષ લાગે છે. જેને કારણે તમારા ઘર પરિવારના સભ્યો નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત તમારા પર અમુક સંકટ પણ આવી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *