શા માટે મંદિરમાં જઈને વગાડવામાં આવે છે ઘંટ ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ.

જ્યારે આપણે હિન્દુ ધર્મના કોઈપણ મંદિરની અંદર જઈએ છીએ ત્યારે ત્યાં અવશ્ય અને અવશ્ય ઘંટ વગાડીએ છીએ. તમે કોઈપણ હિન્દુ મંદિર એવું નહીં જોયું હોય કે જ્યાં ઘંટ રાખેલો ન હોય. જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે આપણે અવશ્ય ઘંટ વગાડીએ છીએ અને એવું માનીએ છીએ કે આ ઘંટ વગાડવા ના કારણે ભગવાન તમારી પ્રાર્થના સાંભળે છે અને તેના ઉપર અમલ કરે છે.

અત્યાર સુધીમાં દરેક લોકોએ લગભગ હજારથી પણ વધુ મંદિરોની મુલાકાત લીધી હશે ભગવાનના દર્શન કર્યા હશે અને ઘંટ પણ વગાડ્યો હશે. પણ શું ક્યારેય કોઈ વ્યક્તિ એવો વિચાર કર્યો છે કે શા માટે હિંદુ સંસ્કૃતિ ના દરેક મંદિરની અંદર આ ઘંટ રાખવામાં આવે છે? શા માટે અન્ય કોઈ ધર્મ ના મંદિરની અંદર આવા ઘંટ જોવા મળતા નથી? જો નહીં, તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મંદિરની અંદર વગાડવામાં આવતા આ ઘંટ પાછળનું વૈજ્ઞાનિક કારણ.

સામાન્ય રીતે મંદિરોમાં લગાવવામાં આવતો આ ઘંટ પંચધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે આ પંચ ધાતુ પર કોઇપણ જાતનો રણકાર કરવામાં આવે છે ત્યારે તેની અંદરથી એક અલગ પ્રકારની ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ધ્વનિના તરંગો ઘરની આસપાસ રહેલા વાતાવરણની અંદર એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જેને કારણે મંદિરનું વાતાવરણ એકદમ સકારાત્મક ઉર્જા બની જાય છે.

એક વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે મંદિરની અંદર ઘંટ વગાડવા ના કારણે તેની અંદરથી નીકળતી આ ધ્વનિના તરંગો ના કારણે ત્યાંના વાતાવરણમાં રહેલા જીવાણુઓ તથા સૂક્ષ્મ જીવો નાશ પામે છે. જેને કારણે આસપાસનું વાતાવરણ એકદમ શુદ્ધ બની જાય છે અને આથી જ ખૂબજ પૌરાણિક સમયથી મંદિરો ની અંદર ધાતુમાંથી બનેલા ઘંટ રાખવામાં આવે છે અને તેનો નાદ કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક તારણ અનુસાર એવું જાણવા મળ્યું છે કે જે કોઈપણ જગ્યાએ કાયમી માટે સતત ઘટતા રહેતા હોય તે જગ્યાનું વાતાવરણ એકદમ સુખમય અને શાંતિમય બની જાય છે. જેને કારણે ત્યાંના વાતાવરણમાં એક પ્રકારની સકારાત્મક ઊર્જા ફેલાય છે અને જો લોકો તે જગ્યાએ જાય તો તેના મનને એક અલગ પ્રકારની શાંતિ અનુભવાય છે અને આથી જ પ્રાચીન સમયથી જ હિન્દુ મંત્રોની અંદર ઘંટ લગાડવામાં આવે છે.

સામાન્ય રીતે જ્યારે આપણે મંદિરની અંદર આ ઘંટ વગાડીએ છીએ ત્યારે એવું માનીએ છીએ કે આ ઘંટ વગાડવા ના કારણે પોતાની ઊંઘમાંથી ઊઠે છે અને તમારી પ્રાર્થના સાંભળે છે અને તેને કારણે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ તો થઈ એક પૌરાણિક માન્યતા પરંતુ અમે જે બતાવેલું કારણ છે તે એક વૈજ્ઞાનિક અને સિદ્ધ કારણ છે અને આટલા માટે જ મંદિરની અંદર આવા ઘંટ રાખવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *