મખાણા રબડી – ખાવામાં પૌષ્ટિક ઉપરાંત લો કેલેરીયુક્ત આ રબડી નોંધો લો, ફરાળી હોવાથી ઉપવાસ માટે બેસ્ટ રહેશે…

મખાણા રબડી

(નવરાત્રી સ્પેશિયલ )

મખાણા એ ખૂબજ પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત ડ્રાઈફુટ સીડ છે… આ હાય ફાઇબર અને લો કેલેરી યુક્ત છે, મખાણાંની રબડી ખૂબજ ક્રીમી અને યમ્મી થાય છે વળી તેમાં ડ્રાઈફુટસ એડ કરવાથી, તેની લિજ્જત વધી જાયછે… આ રબડી ઉપવાસ માં પણ લેવાય...

સામગ્રી:

  • ૫૦૦ મીલી.ગ્રામ ફુલ ફેટ મીલ્ક,
  • ૧ કપ મખાણા,
  • ૧/૨ કપ પનીર,
  • ૧/૨ કપ ખાંડ,
  • ૧ ટે.સ્પૂન બદામ,
  • ૧ ટે.સ્પૂન કાજુ,
  • ૧ ટે.સ્પૂન પિસ્તા,
  • ૧ ટે.સ્પૂન ઘી,
  • ૧ ચપટી કેસર,
  • ૧/૪ ટે.સ્પૂન એલચી પાવડર.

બનાવવાની રીત:

૧. એક હેવી બોટમ પૅનમાં દૂધ ઉકાળો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.

૨.થોડા દૂધમાં કેસરના તાતણાં ઘોળી ;આ કેસરવાળું દૂધ અને ખાંડ એડ કરો.૩. જ્યારે દૂધ ઉકળતું હોય ત્યારે બાજુમાં, એક પૅનમાં ઘી લઈને મખાણા ને ધીમા તાપે શેકી લો.

૪. મખાણા બરાબર ક્રીશ્પી શેકાય જાય એટલે તેનો મીક્ષરમાં પાવડર બનાવવો.

૫.હવે ઉકાળેલા દૂધમાં ખમણેલું પનીર અને મખાણાનો પાવડરને નાખવો.૬. જ્યાં સુધી આ રબડી થીક અને ક્રીમી બને ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળવા મૂકો અને વચ્ચે હલાવતા રહો.

અને ફાઈનલી કાજુ ના ટુકડાઅને એલચી પાવડર નાખવા ” મખાણા- રબડી તૈયાર.આ રબડી ઠંડી સર્વ કરવી. તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ એડ કરાય.

રસોઈની રાણી: રૂપા શાહ (ઓસ્ટ્રેલીયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *