મિત્રો ચોમાસાના વરસતા વરસાદની અંદર મકાઇનો ડોડો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને મોટાભાગના લોકો વરસાદમાં પલળતા પલળતા શેકેલા મકાઈના ડોડા ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. અને શા માટે ન ખાય? કેમ કે મકાઈના ડોડા નો સ્વાદ જેટલો મજેદાર હોય છે કે જે દરેક લોકોને ભાવ તો જ હોય છે.
આ ઉપરાંત મકાઈના ડોડા આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે. પરંતુ જો આ મકાઈના ડોડા ખાધા પછી અમુક વસ્તુ નું સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી વસ્તુઓ વિશે કે જે મકાઈના ડોડા ખાધા પછી ક્યારેય ન ખાવી જોઈએ નહિતર તમારા શરીરને થશે આ નુકસાન.
કઈ છે એ વસ્તુઓ?
1. મિત્રો મકાઇનો ડોડો ખાધા પછી ક્યારેય પણ ગરમ દૂધ ન પીવું જોઈએ. કેમકે મકાઇનો ડોડો ખાધા બાદ જો ગરમ દૂધ પીવામાં આવે તો તમારા ચહેરા પર સફેદ ડાઘ નીકળી આવે છે.સામાન્ય રીતે આ દાગ-કોઢ જેવા હોય છે.
2. આથી ભૂલથી પણ ક્યારેય મકાઇનો ડોડો ખાધા પછી ગરમ દૂધ ન પીવું જોઈએ. કેમ કે આમ કરવાથી તમારા શરીર પર અચાનક જ એકદમ ખરાબ એવા સફેદ ડાઘ નીકળી પડે છે.
3. મકાઇનો ડોડો ખાધા પછી ક્યારેય પણ ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. કેમ કે આમ કરવાના કારણે તમને તરત ઉલટીઓ થઇ શકે છે.
4. મકાઇનો ડોડો ખાધા પછી ક્યારેય પણ દહીંનુ સેવન ન કરવું જોઇએ. કેમકે મકાઇનો ડોડો ખાધા પછી ડાયરેક્ટ દહીંનું સેવન કરવાના કારણે તમારા પેટની પાચન તંત્ર બગડી જાય છે. જેને કારણે તમને કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે
5. મકાઇનો ડોડો ખાઈને અથવા તો મકાઇનો ડોડો ખાતા ખાતા ક્યારે પણ ઠંડા પીણાં પીવા જોઈએ. કેમકે ઠંડાપીણા પીવાના કારણે તેની અંદર રહેલો ગેસ તમારા શરીરમાં ખૂબ જ નુકસાનકારક બની જાય છે. અને તે તમારા શરીરની અંદર ઝેર જેવું કામ કરે છે.આ ઉપરાંત તેના કારણે તમારા પેટની અંદર ગેસ પણ ઉત્પન્ન થાય છે.
ચોમાસાની આ ઋતુ ની અંદર મકાઈનો સ્વાદ અવશ્ય લેવો જોઈએ. પરંતુ મકાઈના ડોડા ખાધા પછી આ વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ. કેમકે આ વસ્તુઓ ખાવાના કારણે તમારા શરીરની અંદર ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.