જ્યાં થાય છે મહિલાઓનું અપમાન ત્યાંથી લક્ષ્મીજી રહે છે કોસો દુર

ધૃતરાષ્ટ્રના મંત્રી વિદૂર પોતાની નીતિઓમાં અનેક પ્રકારની કલ્યાણકારી વાતો જણાવી છે. તેમની નીતિઓ માનવ જીવનમાં કલ્યાણકારી ભૂમિકા નિભાવી શકે છે. એ ક્રમમાં મહિલાઓથી જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે પણ વિદૂરજીએ જણાવ્યું છે. વિદૂર નીતિ અનુસાર મહિલાઓની રક્ષા સમાજના સૌથી મોટું કર્તવ્ય છે. વિદૂરે પોતાની આ નીતિના મતમાં જે વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મહિલાઓની રક્ષા અને સન્માન કરવા પાછળ નીચેના આ કારણો જણાવાયા છે. અમે તમને જણાવીશું કે કારણો ક્યાં ક્યાં છે.

પૂજનીયા મહાભાગાઃ પુણ્યાશ્ર્ચ ગૃહદીપ્તયઃ |
સ્ત્રિયઃ શ્રિયો ગૃહસ્યોત્ત્કાસ્તમાદ્રક્ષ્‍યા વિશેષતઃ ||

૧. કહેવત છે કે પુરુષ એ એક કૂળને તારે પણ સ્ત્રી એ પોતાના પિતા અને પોતાની સાસરી એમ બે કૂળને તારે છે. સ્ત્રીએ ઘરની આબરું અને શોભા માનવામાં આવે છે. સ્ત્રીઓના માન સન્માનથી વધારે કઈં પણ નથી. ઘરની કોઈ પણ પરિસ્થિતિ હોય સ્ત્રી કોઈને કળવા દેતી નથી. પરિવારની શાખ અને પ્રતિષ્ઠા સતત વધતી રહે તે રીતે વર્તે છે. ઘરને સુંદર અને સુશોભિત રાખે છે. પોતાની વિશેષ આવડતથી ઘરને સ્વચ્છ રાખીને સજાવે છે.

૨. એક સ્ત્રી એક સ્ત્રી જ નથી હોતી પણ તેના જીવનના અનેક રૂપો જોવા મળે છે. તે કોઈની દીકરી, તો કોઈની બહેન, કોઈની પત્ની તો કોઈની માતા, તો કોઈની ભાભી તો કોઈની પુત્રવધુ તરીકે દરેક સંબંધોમાં ઓતપ્રોત રહે છે. તે દરેક સંબંધ સુપેરે નિભાવે છે. જીવનભર તે સંબંધોનું નિર્વહન ખુબ જ જવાબદારી સાથે કરે છે. સ્ત્રીઓ બહું જ સહનશીલ અને કર્તવ્યશીલ હોય છે. તે અનેક નાની નાની બાબતોને ભૂલી જઈ એક માતૃવત પરિવારનું જતન કરે છે. તેથી સ્ત્રીઓ આદર અને સન્માનની અધિકારી છે. તેનું સન્માન કરવું જોઈએ.

૩. વિદૂર નીતિ કહે છે કે સ્ત્રીઓ લક્ષ્‍મી સ્વરૂપ માનવામાં આવે છે. હિંદૂ ધર્મમાં કોઈ મહિલાના જન્મ પર કહેવાય છે કે અમારે ત્યાં લક્ષ્‍મીજી પધાર્યા છે. જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે તેનું નસીબ ત્યાંના લોકો સાથે જોડાય જાય છે. મહિલાના શુભ પગલાં થતાં જ ઘરમાં શ્રેષ્ઠતા અને સંપન્નતા બની રહે છે. જે ઘરમાં મહિલાઓ ખુશ, સુખી અને સ્વસ્થ હોય ત્યાં હમેંશા લક્ષ્‍મીનો વાસ રહે છે.

૪. વિદૂર નીતિ કહે છે કે ઘરના ભાગ્ય મહિલાઓ સાથે જોડાયેલા હોય છે. સ્ત્રી ઘરમાં ઉજાસ બનીને આવે છે. કહેવાત છે કે એક સફળ પુરુષની પાછળ હમેંશા એક સ્ત્રીનો હાથ હોય છે. ઘર પર હમેંશા નસીબ મહેરબાન રહે તે માટે મહિલાઓનો હમેંશા આદર કરવો જોઈએ. કોઈ પણ ઘરની સુખ સમૃદ્ધિમાં તે પરિવારની મહિલાનું ખાસ યોગદાન હોય છે. એક સુલક્ષણા નારી કે સાસરી અને માતૃપક્ષ બંનેમાં યોગ્ય સામંજસ્ય બનાવીને રાખે છે. તે તેની કીર્તિમાં ચાર ચાંદ લગાવે છે. આવી સ્ત્રીઓ સમાજમાં બહુ જ આદર પામે છે. તેથી જ નારીના સૌભાગ્યની જાણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *