સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં જ લોકો અવનવી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે. મોટે ભાગે ઘરોમાં વરસાદ પડતાની સાથે કાતો ચણાના લોટમાંથી ભજીયા બનાવવામાં આવે છે. અને કાં તો પુડલા બનાવવામાં આવે છે આપણે ત્યાં સામાન્ય રીતે ચણાના લોટમાંથી પુડલા બને છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી રેસિપી વિશે કે જેના દ્વારા તમે મગની દાળમાંથી પણ પુડલા બનાવી શકશો જે તમારા જીભને તો ગમશે જ પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી છે.
સામગ્રી
- 1 કપ પલાળેલી મગદાળ
- સો ગ્રામ પનીર
- ૧ ઝીણી સમારેલ સિમલા મિર્ચ
- ૩ થી ૪ ચમચી જેટલી ઘાણાભજી
- 1 ચમચી આદુની પેસ્ટ
- ૧ થી ૨ ઝીણી સમારેલા લીલા મરચા
- એક વાટકો તેલ
- એક ચપટી હિંગ
બનાવાની રીત
- સૌપ્રથમ ચારથી પાંચ કલાક સુધી પલાળેલી મગની દાળને મિક્સ ની અંદર બરાબર પીસીને બારીક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેની અંદર એક ચપટી હિંગ અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાઉડર, આદુ અને મરચાની પેસ્ટ, લીલી ધાણા ભાજી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી ને એકદમ પાતળુ મિશ્રણ તૈયાર કરો.
- હવે એક ગેસ પર નોન સ્ટિકી તો ગરમ કરવા માટે મૂકો. અને તેના ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરી તમે બનાવેલ આ મિશ્રણના લોટને ઉમેરી હાથથી આખા તવા પર ફેલાવી દો.
- જ્યારે એક બાજુથી આ પાકી જાય ત્યારબાદ તેને આખેઆખું ઉથલાવી અને બીજી બાજુ પણ પાકવા દેવું.
- બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મગદાળ ના પુડલા.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.