પ્રેમમાં બધું ભૂલી જતી યુવતીઓ માટે ખાસ… વાર્તા… વાંચો અને શેર કરો….

શું વાંક હતો મારો ?

કોઈને પસંદ કરવો, બહુ પસંદ કરવો અને પછી બેહદ પ્રેમ કરવો…. એ ગુનો છે…?
તો પછી મને જ આવી સજા શા માટે ?

નોરતાની પહેલી રાત્રીએ માતાજીના ગરબામાં દિવડો પ્રગટાવીને પોતાના સુરીલા અવાજમાં આરતી અને ગરબા ગાઈને પછી બેઠા બેઠા સરીતાનું મન ગયા વરસની માણેલી નવરાત્રીમાં ખોવાઈ ગયું….
નાનપણથી એટલો કેટલો હરખ ગરબા રમવાનો કે શેરીમાં પણ કોઈની સાંજીના દાંડિયા રાસ હોય, કોઈ બોલાવે કે ના બોલાવે સરીતા હાજર હોય…અરે ! દાદીના સત્સંગ મંડળમાં પણ પહોંચી જાય…. બસ ગરબા કરવાનો મોકો મળવો જોઇએ….

અને આજે એક વરસથી જાણે કે પોતે આ દુનિયામાં હયાત જ નથી એવી રીતે જીવી રહી છે.
રોજનું એક નું એક રુટીન…. બસ ઘરના કામ અને ઘરના ઓ ની ફરમાઈશ પ્રમાણે કામ, રસોઈ, ચા, પાણી, નાસ્તા… ને આમને આમ દિવસ પુરો…. અને રાતે…. ઘરવાળાની સેવા!
શું ભુલ કરી મેં?
હા ભુલ તો કરી હતી…
પ્રેમ કરવાની …!

નવરાત્રિમાં બાજુવાળા વર્ષા કાકીનો ભાઈ ગરબા રમવા આવેલો….
ને એની ગરબા રમવાની છટા સ્ટાઈલ આહા આહા!
બધી છોકરીઓ અંજાઈ ગયેલી…. હા પોતે પણ…
રમતા રમતા ક્યાંરે એકબીજા એ હસી ને એકબીજાનો પ્રેમ પ્રસ્તાવ સ્વીકારી લીધો એ પણ ખબર ના પડી….

અને પછી મુલાકાતનો દોર ચાલ્યો…. શરુઆતમાં તો એ પોતાને સ્પર્શ પણ નહોતો કરતો… કહેતો કે ના… હું એવું નથી માનતો કે પ્રેમના નામે આવી બધી છુટ લેવી જોઈએ…. અને પોતે કેવી વારી જતી એના આવા વિચારો પર….!!!

પણ રોજની મુલાકાત…. ક્યારેક એકાંત….
અને પોતે જ આપેલી થોડી થોડી છુટ! !
બધી વાતનો સરવાળો એ થયો કે.. હવે બંને બધી જ હદ વટાવી ગયા…. અને એમ કેમ કહી શકાય કે આ બરાબર નથી… પ્રેમ છે બેઉ ને એકબીજાથી… પોતાને આટલો બધો પ્રેમ કરનાર ઊપર શંકા? ના ના…. પુરો ભરોસો હતો એને પોતાના વિશ્વાસ પર…

પરંતુ…. ગંધ-સુગંધ જેમ પ્રસરી જ જાય છે એમ પ્રેમ પણ ક્યાં છુપાવી શકાય છે…. કોણ જાણે ક્યાંથી વર્ષાકાકી ને જ ખબર પડી ગઈ…અને એણે મંમીને કહી દીધું….

પણ સારી વાત હતી ને પોતે નહોતી કહી શક્તી….

મંમી એ જ્યારે પુછ્યું હતું ત્યારે પોતે મક્કમતાથી સ્વીકારી લીધું હતું કે હા આ વાત સાચી છે….
મંમી પપ્પા એ પણ કંઈક નક્કી કરી ને વર્ષાકાકી ને બોલાવ્યા અને કહ્યું હતું કે આ વાત આગળ વધે તો અમને વાંધો નથી….

પોતે તે દિવસે વગર પાંખે ઉડવા લાગેલી…. તરત જ મોબાઇલમાં મેસેજ કરી ને ઉભડક માહિતી આપેલી…. અને
‘પોતે પણ ખૂબ રાજી છે.’… કંઈક આવા જવાબની આશા સાથે મોબાઇલ પકડીને બેસી રહેલી…

અરે ! મેસેજ તો જોઇ લીધો છે! બ્લુ ટીક આવી ગઈ છે… પણ કોઈ જવાબ નહીં ? હશે, કામમાં હશે કંઈ… સાંજે તો વાત કરીશું જ ને… અને પોતે કેટલી આતુરતાથી સાંજની રાહ જોવા લાગેલી…

પણ આ શું…. સાંજ પહેલા તો વર્ષાકાકી એના જવાબનો બોંબ લઈને આવ્યા… ને મારી સામે જ ફોડ્યો…. કે એના ભાઈની ના આવી છે…. એ એની સાથે નોકરી કરતી દિવ્યાને પસંદ કરે છે અને એની સાથે લગ્ન કરવાનો છે….

પોતાના જીવનમાં પહેલીવાર ભુકંપનો અનુભવ અગ્યારેક વરસ પહેલાં કરેલો… જ્યારે ગુજરાતમાં આવેલો… અને આજે બીજી વાર કર્યો… પણ આ ભુકંપતો ફક્ત એને જ અસર કરી રહ્યો છે….

હલબલી ગઈ હતી પોતે જ્યારે એવું સાંભળવા મળ્યું કે એને તો એવું કંઈ છે નહીં…. સરિતાને હોય તો મને ખબર નથી…

લે આ શું ?

તો એને જે હતું તે શું હતું? એને શું કહેવાય?

ના ના, હું વાત તો કરીશ જ…. ને સાંજે! કેટલી વાર કોલ કર્યા પછી… પણ ના ઉપાડ્યો ફોન તો પોતે મેસેજ કર્યો કે હું તારા ઘરે જઈને તારી રાહ જોઉં છું ત્યારે… વાત કરી !

પહેલા જ્યારે કોલ રિસિવ કરતો ત્યારે ‘બોલ મારી જાનુડી ‘ થી તો વાતની શરૂઆત થતી… અને આજે… અતિ તિરસ્કાર થી ! શું છે તને ? કેમ આવા ધજાગરા કરે છે મારા ?

હું કરું છું કે તું કરે છે….? કેમ આવુ કર્યું…? લગ્ન નો’તા કરવા તો પછી આવી રમત કેમ કરી મારી સાથે….? આવડો મોટો દગો કર્યો…? શું કામ…? હું તો તને બહુ ગમતી’તી ને? તો હવે આ બધું શું છે ..?

તું મજાક કરે છે ને….! પોતે કેવો મરણિયો પ્રયાસ કરેલો… એને મનાવવા….

ના, કોઇ મજાક નથી… અને આપણી વચ્ચે જે કંઈ થયું છે એ બધું આપણી બંનેની મરજીથી થયું છે… તું પણ જાણે છે કે મેં ક્યારેય તને ધરાહાર હાથ નથી લગાવ્યો…. હું દિવ્યાને પસંદ કરું છું… અને એની સાથે લગ્ન કરવાનો છું….

હું દિવ્યા સાથે વાત કરીશ… એને બધી વાત કહીશ…. દુઃખી હતી છતાં કડકાઈથી પોતે કહેલું… પોતાને તો એમ જ હતું કે હમણાં એ ઢીલો પડી જાશે અને પોતાની વાત માની લેશે ….

પણ આ શું ? એણે તો એક નંબર સેન્ડ કર્યો… અને કહ્યું કે કરી લે જે વાત…
અને ખાત્રી કરવા ખાતર પોતે ફોન કર્યો પણ હતો… લે બોલો… એ તો બધું જાણતી હતી… ને છતાંય લગ્ન કરવા માટે તૈયાર હતી !

સાચું કહું ખૂબ તકલીફ થઈ હતી ત્યારે… એવો પણ વિચાર આવ્યો હતો કે આ નંબર કોઈ બીજાના હશે… દિવ્યાના નહીં હોય…
અને અલગ અલગ નંબર થી કોલ કર્યા હતા… પણ એ તો દિવ્યાના જ નંબર હતા….!

હવે શું?

પોતાની કરેલી ભુલ પોતાને ભોગવવાની બીજુ શું….

પણ ધીરે ધીરે શેરીમાં બધાને ખબર પડવા માંડી…? હવે મોટી મોટી સોસાયટી માં પણ જો આવી વાતોનું લફરાના નામે કુ કુ થઈ જતું હોય તો આ તો નાનું એવું પરુ હતું…. આવતા જતા બધા કેવી રીતે જોતા પોતાને જાણે કે પોતે કોઈ મોટો ગુનો કરી લીધો હોય…. અને શેરીના લુખ્ખાઓ, જાણે કે પોતે હવે ઉપલબ્ધ વસ્તુ હોય એવી નજરથી જોવા લાગ્યા હતાં… બહુ તકલીફ આપતી હતી આવી સ્થિતિ… અને પોતે ક્યાં ગુનાની સજા ભોગવતી હતી એ તો ક્યાં સમજાતું હતું ?.

પણ ધીરે ધીરે પોતે જ પોતાની જાતને સંકોરી લીધી હતી ને !

ક્યાય બહાર જવાનું જ નહીં… મંમી કહેતી ‘દુઃખનું ઓસડ દા’ડા’ … પણ આ લોકો ક્યાં કાઈ ભૂલવા દ્યે છે….?

પણ એક દિવસ મમ્મીને ખબર નઈ શું સુઝી આવ્યું કે અમારા કુળદેવીમા નો ફોટો લઈને મારી પાસે આવ્યા.. અને મારા હાથમાં ફોટો રાખીને
બોલ્યા…’ તું મને સાચે સાચું કહી દે કે તે તારી મર્યાદા તોડી નથી ને છોડી…?’

હું શું જવાબ આપું ? છતાં મેં એમ તો પુછ્યું જ હતું કે કેમ મંમી આવું પુછે છે ?

અમારા સત્સંગ મંડળમા બધા વાતુ કરે છે કે આજકાલના જુવાનિયા ઓ પ્રેમના નામે એમની મર્યાદા લાંઘી જાય છે…. એટલે પુછું છું તુ બોલ તો ?

હવે મારે શું કરવું માતાના ફોટાની સાક્ષી એ ખોટું બોલું ?

ના ના જે થાવું હોય એ થાય હું ખોટું નહીં જ બોલું…

અને મંમીને બધું કહી દીધું…
મંમી ના ચહેરા પર દુઃખ, ક્રોધ, ચિંતા કેટલી બધા ભાવ આવન જાવન કરવા લાગ્યા હતાં…
અને અંતે કેવડું મોટું ભાષણ….
છેલ્લે પોતાનું ને મારું કપાળ કુટીને બહાર નીકળી ગયેલી…

થોડા દિવસ પછી ઘરમાં કોઈ હલચલ થતી હોય એવું લાગેલું…. ખબર પડી કે મને મારા મામાના સાળા માટે પસંદ કરવામાં આવી છે…

મામાનો સાળો! અરરર ! કદરુપાની લગોલગ…. એની તો અમે પેલા પણ કેવી મશ્કરી કરતા… કે આને કોણ છોકરી આપશે પોતાની….!

જાડુ ફાંદ નીકળેલું શરીર….. આછા આછા ટાલને નોંતરુ આપતા હોય એવા તો બાલ….

અરે, અત્યાર સુધી એમનું એટલે જ તો ક્યાય સગપણ થયું ન હતું…. ને મને એની સાથે પરણાવી દેશે ?

મંમી ને પુછતા એણે કહ્યું કે ઉપરવાળાનો પાડ માન કે… આ નક્કી થઈ ગયું…. નહીંતર કોણ હાથ ઝાલત….

ને બસ લેવાઈ ગયા ઘડીયા લગ્ન…ને તે દિવસ થી તે આજની ઘડી…. બસ શ્વાસ ભરું છું એટલે કહી શકાય કે જીવું છું….

પણ એક વાત આજ દિવસ સુધી સમજાઈ નહીં કે આ બધામાં મારો શું વાંક….? મારી શું ભુલ…?
હા વાંક તો ખરો જ ને
ભુલ તો ખરી જ ને…
પ્રેમ કર્યો….
વિશ્વાસ કર્યો….

લેખક : દક્ષા દવે

ખુબ લાગણીસભર વાર્તા, શેર કરો લાઇક કરો અમારું પેજ.

admin

Share
Published by
admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago