લીંબુનો આ રીતે કરો ઉપયોગ સાંધાના દુઃખાવામાંથી મળશે રાહત

આજકાલના લોકો ની બદલાતી જતી લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણીની પદ્ધતિના કારણે લોકો અનેક પ્રકારની નવી નવી બીમારીઓથી પીડાતા રહે છે. યોગ્ય પ્રમાણમાં અને પોષ્ટીક આહાર ન ખાવાના કારણે લોકો અનેક જાતની બીમારીઓથી પીડાતા હોય છે. એટલું જ નહિ પરંતુ નાની ઉંમરમાં જ લોકોને જાત જાતની બિમારીઓ થાય છે. તેમાં પણ અત્યારનાં સમયમાં નાના બાળકોની અંદર જો સૌથી વધુ સમસ્યા જોવા મળતી હોય તો તે છે હાડકા ની સમસ્યા શું છે તેની પાછળનું કારણ.

શરીરમાં રહેલું કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત બનાવે છે. પરંતુ આજકાલના નાના નાના બાળકો પોતાના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેતા નથી જેને કારણે નાનપણથી જ તેને હાડકાંને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે. નાની ઉંમરમાં જ તેના હાડકા દુખાવા તથા સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ પણ થાય છે. ધીમે ધીમે ઉંમર વધતા તેની આ સમસ્યા વધતી જાય છે. અને અંતે નાની ઉંમરમાં જ આ લોકો સાંધાની તકલીફ થી પીડાવા મંડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લીંબુના અમુક ઉપાય કે જે કરવાથી તમે પણ બચી શકશો આ સાંધાની બીમારીમાં થી.

સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમારે લીંબુની છાલનો આ રીતે ઉપયોગ કરવાની જરૂર છે. આ માટે લીંબુની છાલને એક બોટલમાં ભરી લો ત્યારબાદ તે બોટલમાં ઉપરથી ઓલિવ ઓઇલ નાખી દો. હવે આ બોટલને બરાબર પેક કરીને અંદાજે ૮ થી ૧૦ દિવસ સુધી બંધ કરી રાખો. આમ કરવાથી લીંબુ અને ઓલિવ ઓઈલ વચ્ચે યોગ્ય પ્રક્રિયા થાય અને આયુર્વેદિક મિશ્રણ તૈયાર થશે.

દસ દિવસ બાદ તૈયાર થયેલા આ મિશ્રણને તમારી દુખાવાની જગ્યા પર યોગ્ય રીતે માલિશ કરો. ખાસ ધ્યાન રાખવું કે ઓલિવ ઓઈલ વડે વધુ વજન લઈને માલિશ ન કરવી. હળવા હાથે આ તેલની માલિશ કરી તેના પર આછા રંગનું પાટો બાંધી લો. ત્યારબાદ આ તેલને આખી રાત સુધી તે જગ્યા પર પોતાનું કામ કરવા દો. આખી રાત આ તેલને સાંધા ની જગ્યા પર રાખવાથી તે સાંધા ની જગ્યાએ જે કોઈપણ સમસ્યા હશે તેને પોતાની મેળે જ દૂર કરી દેશે.

આવું અંદાજે બે થી ત્રણ દિવસ કરવાથી જ જે જગ્યાએ તમને સાંધાનો દુખાવો હશે તે જગ્યા પરથી એકદમ ગાયબ જ થઈ જશે. તો આ રીતે લીંબુની છાલ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરીને તમે પણ મેળવી શકો છો સાંધાની બીમારીમાં.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *