લીંબુ શિકંજી માં વપરાતા તકમરીયા ના આ છે ફાયદાઓ.

તકમરીયા એટલે કે બેસિલ સીડ નો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. જ્યારે તમે કોઈપણ ઠંડી આઈટમ એટલે કે લીંબુ શિકંજી, શરબત કે ફાલુદા ની અંદર તકમરીયા નો ઉપયોગ જોયો હશે. આ તકમરીયા તમારા ઠંડાપીણાનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે.

તકમરીયા ને અંગ્રેજી ભાષા માં બેસિલ સીડ પણ કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે તુલસીના બીજ હોતા નથી પરંતુ તેને તુલસીના બીજ જેવું નામ જ આપવામાં આવ્યું છે. તકમરીયા સાઇઝમાં ખૂબ નાના અને કાળા કલરના હોય છે, અને જો તેને પાણીમાં અડધો કલાક સુધી પલાળી દેવામાં આવે તો તે ફૂલીને દાડમના દાણા જેવડા થઈ જાય છે. ત્યારબાદ આ તકમરીયા નો ઉપયોગ તમે તમારા કોઈપણ પીણાની અંદર કરી શકો છો.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા ઠંડાપીણામાં વપરાતા તકમરીયા ના કેટલાક ફાયદાઓ.

તકમરીયા ની અંદર વિપુલ માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ઓમેગા-3 અને ફાઇબર જોવા મળે છે. જે તમારા શરીરને જરૂરી દરેક તત્વોને પૂરા પાડે છે. તકમરીયા નો ઉપયોગ અનેક આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ વપરાય છે. આ ઉપરાંત તમારા સ્વાસ્થ્ય માટે આ રીતે ઉપયોગી છે.

વજન ઘટાડવા માટે:-

તકમરીયા માં રહેલા ફાઈબર તમારા શરીરનું મેટાબોલિઝમ વધે છે. જેને કારણે તમે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને તમારા પેટમાં વધારાની ચરબી જમા થતી નથી. આથી તકમરીયા નુ સેવન કરવાના કારણે તમે તમારા શરીરનું વજન કંટ્રોલમાં રાખી શકો છો.

ડાયાબિટીસમાં

તકમરીયા માં રહેલા એન્ઝાઇમ તમારા શરીરમાં સુગરનું લેવલ કંટ્રોલમાં રાખે છે. જેને કારણે તમારા શરીરમાં જમ્યા બાદ વધતી સુગર ને તે શોષી લે છે. જેને કારણે ડાયાબિટીસના દર્દીઓને સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે.

કબજિયાતમાં:-

કબજીયાતની સમસ્યા ધરાવતા લોકો રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં એક ચમચી તકમરીયા નાખી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

એસીડીટી માં:-

તકમરીયા ગુણમાં એકદમ ઠંડા હોય છે. આથી એસિડિટીથી પીડાતા લોકો જો ઠંડાપીણામાં તકમરીયા મેળવીને પીવે તો તે એસિડિટીમાંથી છુટકારો મેળવી શકે છે. આ ઉપરાંત ગરમ કોઠો ધરાવતા વ્યક્તિઓ પણ જો તેનું સેવન કરે તો તેને શરીરની ગરમી ઓછી થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ:-

તકમરીયા ઇમ્યુનિટી વર્ધક છે. આથી જો તકમરીયા નુ સેવન કરવામાં આવે તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તમે અનેક ચેપી બીમારીઓથી બચી શકો છો આ ઉપરાંત શરીરમાં થતા અનેક ઈંફેક્શનથી પણ બચાવે છે.

આમ આ તકમરીયા નુ સેવન આપણને અનેક રીતે ઉપયોગી છે .

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *