ગુજરાતી લોકો પોતાના હાંડવા માટે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે અને આપણે ત્યાં સામાન્ય રીતે અલગ અલગ પ્રકાર ના લોટ માંથી હાંડવો બનતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે મકાઈમાંથી બનશે એકદમ સ્વાદિષ્ટ હાંડવો.
સામગ્રી
- પાંચ મકાઈના ડોડા
- સો ગ્રામ ગાજર
- 50 ગ્રામ ફણસી
- એક વાટકો બાફેલા ચોખા
- 50 ગ્રામ વટાણા
- 5 થી 6 નંગ બટાકા
- 1 મોટો ચમચો ટોમેટો કેચપ
- અડધી વાટકી ટોસ નો ભૂકો
- ૨ ચમચી આદુ અને મરચાની પેસ્ટ
- સ્વાદ અનુસાર મીઠું
- હળદર
- રાય
- તેલ
- લાલ મરચું પાવડર
- લવિંગ
- લીમડો
- લીલી ધાણા ભાજી
બનાવવાની રીત
- સૌપ્રથમ બધા જ મકાઈના ડોડા પાણીથી બરાબર સાફ કરી લઈ તેના બધા જ દાણા બહાર કાઢી લો.
- ત્યારબાદ આ મકાઈના દાણાને બરાબર બાફી લો.
- સાથે-સાથે બટાકાને પણ બાફી લઇ તેનો છૂંદો બનાવી લો.
- ત્યારબાદ ગાજર વટાણા અને ફણસીને બાફી લઇ એક બાઉલમાં ઝીણા સમારી લો.
- ત્યારબાદ અંદાજે એક વાટકા જેટલા બાફેલા ચોખા ની અંદર આ ઝીણા સમારેલા શાકભાજી બટાકા અને બાફેલી મકાઈ ઉમેરી બરાબર હલાવી લો.
- હવે એક પેન ની અંદર થોડું તેલ ગરમ કરી તેની અંદર હિંગ લીમડો અને તલનો વઘાર કરી લો.
- ત્યારબાદ એક વાસણ ની અંદર આ વઘાર પાથરી તેમાં ઉપરથી તમારા મિક્સરને પાથરી દો અને તેના ઉપર ટોસ નો ભૂકો ઉમેરી દો અને થોડો કેચપ પણ ઉમેરી દો .
- ત્યારબાદ તેની ઉપર વધેલા બીજા mix લેયર બનાવી લો અને તેને ઓ ની અંદર પાકવા માટે રાખી દો.
- અંદાજે દોઢસો ડિગ્રી સેન્ટીગ્રેડ પર વીસ મિનિટ સુધી આ હાંડવા ને પાકવા દો અને જ્યારે બરાબર પાકી જાય ત્યારે તેને બહાર કાઢી લો.
- ત્યાર બાદ તેને એક દેશની અંદર કાઢી લે તેના ઉપર લીલા ધાણા ભાજી અને લીલા મરચા ઉમેરી ગાર્નિશિંગ કરો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ લીલી મકાઈ માંથી બનેલ હાંડવો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.