વર્ષ 2020ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે આવનારો સમય શુભ રહે એટલા માટે કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ ખુબ જરૂરી હોય છે. તો આવો જાણીએ શુભફળની કેટલીક બાબતો વિશે.

૧. મહિલાને માન આપો, ઘરની સ્ત્રીઓને સમય અનુસાર કોઇ પણ ભેંટ આપતા રહો.
૨. બુધવાર અને શુક્રવારે ધન સાથે જોડાયેલ કામ કરવું શુભ રહશે.
૩. શુક્રવારે ઘરના તમામ સભ્ય મળીને મા લક્ષ્મીની પૂજા કરો.
૪. ફાટેલ પર્સ ખીસ્સામાં ન રાખો, આવું કરવાથી મા લક્ષ્મી નારાજ રહેશે.

૫. જીવન સાથી સાથે કદમથી કદમ મેળવીને ચાલો, આમ સુખી પરિવારમાં લક્ષ્મી વાસ કરે છે.
૬. સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળીના દર્શન કરો, તેમજ પોતાનો ચહેરો કોઇ દિવસ પણ ન જુઓ.
૭. ધન સાથે જોડાયેલા કોઇ પણ પ્રકારનાં કામ કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરો.
૮. સુર્યાસ્ત પછી લેવડ-દેવડ ના કરશો. કોઇ વ્યક્તિને ઉધાર તો આપશો જ નહી.

૯. મંગળવાર અને શનિવારે દારૂ નું સેવન ના કરશો.
૧૦. રવિવારના દિવસે પીપળાની પૂજા ના કરો. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો.
૧૧. ભવનમાં કાંટાવાળા વૃક્ષ લગાવવાથી ઘરમાં આર્થિક, શારીરિક તેમજ માનસિક મુશ્કેલીઓ આવી શક છે.
૧૨. ઘરની દક્ષિણ દિશામાં કાંટાવાળા ઝાડ હોવાથી ઘરમાં બીમારીઓ ઘર કરે છે.
૧૩. ઘરની પૂર્વ દિશામાં વડનું ઝાડ હોવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
૧૪. ઘરમાં બનાવેલી પ્રથમ રોટલી ગાયને અર્પણ કરો, જે મુજબ ઘરના સભ્યને ભોજન આપતા પહેલા ગાય માતાને રોટલી ખવડાવો.