ક્યારેય ન ફેકો પ્લાસ્ટિકની ખાલી બોટલો, આવી રીતે બનાવો વેસ્ટ માંથી બેસ્ટ

આપણા દેશમાં દરરોજ લાખો પ્લાસ્ટિકની બોટલમાં અનેક પ્રકારના પીણાઓ પીવાય છે. ત્યાર બાદ વધેલા બોટલો વેસ્ટ જાય છે. જેને કારણે કચરા ની સમસ્યા થાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ખાલી બોટલો ના અમુક એવા ઉપયોગ કે જે જોઈને તમે પણ રહી જશો દંગ.

પ્લાસ્ટિકની ખાલી બોટલ ફેંકવાને બદલે તમે તેનો ઉપયોગ તમારા ઘરની સજાવટ માટે કરી શકો છો. આ પ્લાસ્ટીકની બોટલ નો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તે તમારા ડેકોરેશન માટે, પક્ષીઓને ચણ માટે, ફાઉન્ટેન બનાવવા માટે તથા અન્ય અનેક રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.

અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા અમુક એવી ડેકોરેટિવ વસ્તુઓ કે જે તમારી ઘરની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. મિત્રો આ ખાલી બોટલો કે જે કચરાના ડબ્બા સિવાય તેનું બીજું કોઈ સ્થાન નથી. એ બોટલોને અમુક રીતે કાપીકૂપીને બનાવી શકાય છે તેમાંથી ખૂબ જ સુંદર ડેકોરેટ પીસ. જે તમારા ઘર-આંગણાની સુંદરતામાં વધારો કરશે. નીચે બતાવેલા અમુક ફોટોઝ ની અંદર આ પ્લાસ્ટિકની બોટલો નો કઈ રીતે સુશોભનની કામગીરીમાં ઉપયોગ કરવો તે બતાવેલ છે.

પ્લાસ્ટિકની ખાલી વધેલી આ બોટલ નો ઉપયોગ તમે પક્ષીઓને ચણ માટે પણ કરી શકો છો. ફોટો માં બતાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકની બોટલ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચોમાસાની ઋતુમાં પક્ષીઓ માટે સુકી ચણ પુરવાર કરવાનું કાર્ય કરે છે. આથી પ્લાસ્ટિકની બોટલ ને ફેંકી દેવાના બદલે તેનું આ રીતે પણ ઉપયોગ કરી શકો છો.

તમારા ઘરની બહાર ગાર્ડનમાં રહેલી લોનને પાણી પાવામાં તકલીફ પડતી હોય તથા તેના માટે જો સમય ન મળતો હોય તો તમે આ પ્લાસ્ટીકની બોટલ નો ઉપયોગ એક ફાઉન્ટન તરીકે પણ કરી શકો છો. જેની મદદથી તમે કોઈ એક જગ્યાએ પાણીની નળી રાખી તમારા પુરા ગાર્ડનમાં એક જ જગ્યાએથી પાણી પહોંચાડી શકો છો. આ માટે તમારે પ્લાસ્ટિકની બોટલ ને નીચે બતાવેલી તસવીર મુજબ ગોઠવવી પડશે.

પ્લાસ્ટિકની વધેલી બોટલનો ઉપયોગ તમે નાના છોડ અને રોપાઓને ઉગાડવા માટે પણ કરી શકો છો. તથા આ રોપાઓ ને તમે તમારા દીવાલની સાઈડમાં લગાવી દઈ તેને એક ડેકોરેટિવ તરીકે પણ વાપરી શકો છો. નીચે બતાવેલી તસવીરમાં આવી જ એક દિવાલમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલથી એક સુંદર કારીગરી કરવામાં આવી છે.

આ ઉપરાંત આ વધેલી પ્લાસ્ટિકની બોટલો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. આમ કરવાના કારણે એક બાજુ તો તમે એ પ્લાસ્ટિકનો કચરો ફેલાતા અટકાવો છો. અને બીજી બાજુ એ પ્લાસ્ટિકના તમે તમારા ઘરના ડેકોરેશન માટે ઉપયોગ કરો છો. આમ ખાલી બોટલો આ રીતે ઉપયોગ કરવાથી તમારા ઘરની સુંદરતામાં પણ વધારો કરશે અને તમારા આસપાસના પર્યાવરણની સુંદરતામાં પણ વધારો કરશે.

જુઓ અન્ય કેટલીક તસ્વીરો

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *