આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈપણ બીમારી નો ઈલાજ કરવા માટે આપણે હંમેશા ને હંમેશા જાતજાતની દવાઓ નો સહારો લેવો પડે છે. આજે મેડિકલ સાયન્સ દ્વારા લગભગ દરેક બીમારીઓનો ઈલાજ ગોતી લેવામાં આવ્યો છે અને અમુક એવી અસાધ્ય બીમારીઓ નો ઈલાજ અંગે રિસર્ચ થઈ રહી છે. આપણે ઘણી વખત અનેક પ્રકારની બીમારીઓથી પીડાતા હોઈએ છીએ અને અંતે આપણે આવી એલોપથી દવાઓનો સહારો લેવો પડે છે. પરંતુ ઘણી વખત આપણે આ બીમારીઓ થવા પાછળનું કારણ જાણી શકતા નથી.
ભારત દેશમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર પર અનેક પ્રકારના ગ્રંથો પણ લખવામાં આવ્યા છે અને આ ગ્રંથોની અંદર તમારા ઘરની અંદર દરેક વસ્તુ કઈ જગ્યાએ રાખવી અને કેવી રીતના રાખવી તેના અંગે મહત્વનાં નિયમો બનાવ્યા છે. અને આ ગ્રંથ અનુસાર જો તમારા ઘરની અંદરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે ન રાખેલી હોય તો તમને વાસ્તુદોષ લાગી શકે છે. જેની સીધી અસર તમારા પર અને તમારા ઘર પરિવારના સ્વાસ્થ્ય પર થઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાસ્તુશાસ્ત્ર ને લગતી અમુક એવી ટિપ્સ કે જેના દ્વારા તમે પણ કાયમી માટે રહી શકશો સ્વસ્થ.
1. તમારા ઘરમાં કોઈપણ રૂમનો દરવાજો સીડીઓ તરફ ખુલતો હોય તો તે રૂમમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આથી તે રૂમમાં ક્યારેય પણ ન સૂવું જોઈએ.
2. બેડરૂમમાં ક્યારેય ટીવી ન રાખવું જોઈએ, કેમ કે આમ કરવાથી બેડરૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેથી પતિ-પત્ની વચ્ચે તણાવ ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે આ ઉપરાંત તે તમને માનસિક તણાવ નો પણ શિકાર બનાવે છે.
3. રાત્રે સૂતા સમયે હંમેશા પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમારું સ્વાસ્થ્ય પણ કાયમી માટે સારું રહે છે.
4. ઘરના બેડરૂમમાં માથુ રાખવાની જગ્યા પર ક્યારે અરીસો ન હોવો જોઈએ કેમકે આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.
5. ઘરમાં ક્યારેય ટુટેલો અરીસો ન રાખવો જોઈએ તૂટેલો અરીસો હોય તો તેને તાત્કાલીક ફેંકી દેવો જોઈએ, આમ કરવાથી તમારા ઘરના વાસ્તુ દોષનું નિવારણ થાય છે.
6. રાત્રે સૂતી વખતે શોચાલય કે વોશબેસિન તરફ મોં રાખીને ક્યારેય ન સૂવું જોઈએ, કેમકે તે અનેક પ્રકારની બીમારીઓને નોતરી શકે છે.
7. તમે તથા તમારા પરિવારના સભ્યો કાયમી માટે સ્વસ્થ રહે આ માટે હંમેશા ઘરમાં હકારાત્મક વાતો કરવી, કેમ કે નકારાત્મક વાતો તમારા શરીરમાં ખરાબ ઊર્જા લાવે છે જે તમને બીમાર પાડી શકે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.