કોઈપણ કરન્સી નોટો ઉપર લાગેલા શાહીના ડાઘને દૂર કરાવા કરો આ ઉપાય

ઘણી વખત આપણી પાસે એવી નોટ આવતી હોય છે કે જેના ઉપર કોઈપણ જાતનો પેનથી લખાણ કરેલું હોય અથવા તો તેના ઉપર ડાઘા પડેલા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં બેંકની અથવા તો કોઈ પણ જગ્યાએ લોકો આવા લખાણવાળી અથવા તો ડાઘા વાળી નોટો સ્વીકારતા નથી અને આથી જ આ નોટ આપણા માટે વ્યર્થ બની જાય છે.

ઘણી વખત જ્યારે આપણે એટીએમ માંથી પણ પૈસા ઉપાડતા હોઈએ ત્યારે પણ આવી નોટો આવતી હોય છે જે નોટ કોઈપણ દુકાનદાર સ્વીકારવા તૈયાર થતું નથી અને આથી જ આપણે નુકસાની વેઠવી પડતી હોય છે. પરંતુ જો આપણે કોઇપણ રીતે નોટ પર લખેલું લખાણ અથવા તો આ ડાઘને દૂર કરી શકીએ તો તે નોટ આપણા માટે ફરીથી મૂલ્યવાન બની જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 500 અને 2000 ની ચલણી નોટો પર લાગેલા ડાઘ ને કઈ રીતે કરશો

ચલણી નોટ પર લાગેલા કોઈપણ પ્રકારના ડાઘને દૂર કરવા માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી લઇ તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો અને જ્યારે આ પાણી બરાબર ગરમ થઈ જાય અને ઉકળવા લાગે ત્યારે તમારી દાગા વાડી અથવા તો લખાણ વાળી નોટ ને આ પાણીની અંદર નાખી દો. ત્યારબાદ આ પાણીની અંદર અંદાજે એક ચમચી જેટલો વોશિંગ પાઉડર ઉમેરી દો અને ફરીથી ફૂલ ગેસ કરી આ નોટને અંદાજે પાંચથી સાત મિનિટ સુધી એ પાણીની અંદર ઉકળવા દો.

જ્યારે તમારી નોટ આ ગરમ પાણીની અંદર પલડતી હોય ત્યારે ચમચીથી અથવા તો બીજી કોઈ વસ્તુથી આ નોટને થોડા થોડા સમયે આગળ-પાછળ ઉઠાવતા રહો જેથી કરીને આગળ-પાછળ કોઈ પણ જગ્યાએ આવા ડાઘા હોય તો તે ધીમે ધીમે દૂર થતાં જશે જયારે પાંચથી સાત મિનિટ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો અને આ નોટને પાણીમાં ઠંડી પડવા દો.

ગેસ પર યોગ્ય રીતે ઉકાળ્યા બાદ તમે જોઇ શકશો કે નોટ પર લાગેલા શાહીના અથવા તો બીજા કોઈપણ ડાઘ સંપૂર્ણપણે દૂર થઈ ગયા હશે અને તમારી નોટ ફરીથી પહેલાં જેવી હતી તેવી નવા જેવી થઇ જશે. અહીં પાણીની અંદર અંદાજે પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવા ના કારણે તમારી નોટ પલડી ગઈ હશે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી આ નોટને થોડી વખત તડકામાં સૂકવી દેવાથી ફરીથી તે નવા જેવી જ થઇ જશે અને તેની કિંમત પહેલાં જેટલી જ જળવાઈ રહેશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *