કોબી થી બનતી ઘણીબધી વાનગીઓ તમે જોઈ હશે અને જમ્યાં પણ હસો આજ અમે આપના માટે લાવ્યા છીએ કોબી ના વડા બનાવવા ની રેસિપી.
સામગ્રી
- ૧ કપ ચણા ની દાળ
- તેલ જરૂરિયાત અનુસાર તળવા માટે
- 5 લીલા મરચા
- ૧ કપ કોબી ઝીણી સમારેલી
- 1/ ડુંગરી ઝીણી સમારેલી
- 1/2 કપ ગાજર ઝીણું સમારેલું
- 1/4 કપ કોથમરી ઝીણી સમારેલી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ¼ કપ ચણા નો લોટ
કોબીના વડા બનાવવા ની રીત
- એક દિવસ અગાઉ રાત્રે થી ચણાની દાળ પલાળી દો.
- પલાળેલી દાળ માંથી ૧/2 કપ દાળ બીજા વાટકા અંદર રાખો
- બાકી રહેલી દાળ ને મરચા સાથે મિક્ષરમાં અધકચરું રહે તેમ ફેરવો.
- બીજા એક બાઉલ ની અંદર આ અધકચરું મિશ્રણ અને બાજુમાં મુકેલ આખી દાળ તેમેજ તેમાં ઉમેરવાની બધીજ સામગ્રી લઇ સારી રીતે મિક્ષ કરો.
- મિશ્રણ ના નાના નાના હથેળી વડે ચપટા ગોળ વડા બનાવી લો.
- એક કઢાઈ ની અંદર તેલ ગરમ કરવા મૂકી ગરમ થયેલા તેલ ની અંદર બંને બાજુએ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- તળેલા કોબીના વડા ને ટીશ્યુ પેપર પર મૂકી વધારાનું તેલ નીકળી જવા દો.
- ત્યાં સુધી જરૂરિયાત મુજબ લીલી ચટણી તૈયાર કરી આ કોબીના વડા ને ગરમા ગરમ પીરશો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.