જાણો કેવી રીતે બનાવી શકાય ઘરે જ ખેતલાઆપા જેવી ચા

શિયાળો હોય કે વરસાદ આવે એટલે આપને સૌથી પહેલા યાદ આવતી વસ્તુ છે ચા જે સામાન્ય રીતે ચા તો આપણને સૌને ગમે જ છે. અને સવારે ઉઠીને સૌથી પહેલા યાદ આવતી વસ્તુ એટલે ચા અને કામમા કંટાળો આવે ત્યારે યાદ આવતી વસ્તુ એટલે ચા.

આજકાલ ખેતલા આપ ની ચા બોવ ફેમસ છે. દરેક શહેરમાં એના સ્ટોલ ખુલી રહ્યા છે. અને લોકો ચા પીવા માટે ક્યારેક લાઈન માં પણ ઉભા રહે છે. એનો સ્વાદ સૌના દાઢે વળગી જાય એવો હોય છે. પણ એવું તે શું છે કે જેથી એટલી બધી ફેમસ થઇ ગઈ આ શોપ. ચાલો આપને જાણીએ કે ખેતલા આપા જેવી ચા ઘરે બનાવવી હોય તો શું પ્રોસેસ છે.

એક રીતે જોવા જઈએ તો ચા બનાવવાની પદ્ધતિમાં ખાસ કોઈ ફેરફાર હોતો નથી આમ છતાં દરેક ના ઘરમાં અલગ-અલગ સ્વાદની ચા બનતી હોય છે. ત્યારે ખેતલાઆપા જેવી જ ચા ઘરે કેવી રીતે બનાવાવી તે જોઈએ..

ખેત્લાઆપા જેવી જ ચા બનાવવાની રીત

સામગ્રી

દૂધ:- ૧ કપ

ચા:- ૧ ચમચી

પાણી :- ૧/૨ કપ

ખાંડ:- ૨ ચમચી ખંડ

આદુ :- ૧/૨ ટુકડો

ફુદીનાના પાન:- ૨-૩

બનાવવાની રીત

પહેલા એક તપેલીમાં ૧/૨ કપ પાણી ને ઉકાળવા મુકોહવે તે જયારે બરાબર રીતે ઉકાળી જાય ત્યાર બાદ તેમાં ચા પત્તી ઉમેરો અને થીડા સમય માટે ઉકળવા દો. હવે તેમાં ખાંડ, દૂધ ઉમેરી બરાબર રીતે ઉકળવા દો. બરાબર ઉકળી જાય ત્યાર બાદ તેમા આદુ અને ફુદીના ના પણ ઉમેરી ફરીવાર ઉકાળો. જેથી ચાની સુંગંધ આવશે. ત્યાર બાદ ગરમા ગરમ ચા પીરસો.

ચા બનાવવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

1. ચાને હંમેશા પાણી ઉકાળ્યા બાદ જ નાખો જેનાથી રંગ અને ફ્લેવર સારો આવે છે.

2. દૂધ અને ચા નુ પ્રમાણ તમારા સ્વાદમુજબ રાખીને થોડીવાર ખુબ ઉકાળો.

3. વધુ સમય માટે ચાને ઉકાળવાથી ચા નો સ્વાદ બદલાઈ ને કડવો થઈ જાય છે. તેથી ચા બનાવતી વખતે સમયનુ ખાસ ધ્યાન રાખવું.

4. જો તમને લાઈટ ચા પીવી પસંદ છે તો પત્તીદાર ચાનો ઇસ્તેમાલ કરો.

5. કડક ચા માટે ઝીણી ચા પત્તીનો ઉપયોગ કરો.

તો મિત્રો એકવાર ઘરે જરૂર ટ્રાઈ કરજો અને સ્વાદ નો આનંદ લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *