ખરતા વાળને રોકવા અને કાળા કરવા મહેંદી સાથે ભેળવો આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર

આપણે સૌ મહેંદીને માથામાં નાખીએ છીએ જેથી આપણા વાળ મુલાયમ રહે અને વાળમાં કુદરતી ચમક આવે. સામાન્ય રીતે આપણે મેંદી માં પાણી ઉમેરી અને સીધો જ વાળમાં લગાવી દઈએ છીએ, પરંતુ જો આજ મહેંદીમાં બીજી અમુક વસ્તુઓ મેળવી દેવામાં આવે તો આ મિશ્રણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ઔષધિ બની જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદની અંદર વાળને લગતી બીમારીઓ જેવી કે ખરતા વાળ, સફેદ વાળ અને ડ્રાય હેર જેવા પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ છે. આજે અમે આપને એવા જ એક મેંદી માથી બનેલા લેપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગાવવાથી વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે.

કેવી રીતે બનાવશો આ લેપ?

આ મિશ્રણ બનાવવા માટે સૌપ્રથમ કોઈ લોખંડના વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરવું. લોખંડના પાત્રનો ઉપયોગ કરવાથી આ મિશ્રણમાં લોહ તત્વ ભળશે જેથી તમારા વાળ એકદમ કાળા થઈ જશે. ત્યારબાદ આ પાણીમાં બે ચમચી શિકાકાઈ પાઉડર ઉમેરો આ પાઉડર ખરતા વાળની સમસ્યાને દૂર કરે છે તથા વાળ માં આવતી ખંજવાળને પણ દૂર કરશે.

ત્યારબાદ આ મિશ્રણમાં બે ચમચી ભૃંગરાઝ પાઉડર નાખવો જેથી તમારા વાળ મૂળમાંથી મજબૂત બનશે અને તેમાં કુદરતી ચમક આવશે. ત્યારબાદ આ મિશ્રણમાં મહેંદી ઉમેરી બરાબર હલાવી એક રાત સુધી પલળવા દો. જો આ પેક તરત જ લગાવું હોય તો પણ અંદાજે એકથી બે કલાક સુધી આ મિશ્રણને પલળવા દો.

હવે ધોયેલા કોરા વાળમાં આ પેક લગાવી અને અંદાજે એક કલાક સુધી રહેવા દો. આ પેક લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વાળમાં જરા પણ ઓઇલ ન હોવું જોઈએ. આ મિશ્રણને વાળ ના મૂળમાં પણ લગાવી શકાય છે. અંદાજે એક કલાક બાદ સાદા પાણીથી વાળ ધોઈ લો.

ખાસ ધ્યાન રાખવું કે વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ન કરવો, નહીંતર આ પેક ની અસર થશે નહિ. વાળ ધોયા બાદ રાત્રે સૂતા સમયે તેલની માલિશ કરવી અને બીજે દિવસે વાળને શેમ્પુથી ધોઈ લેવા. આ રીતે મેંદી સાથે આ અન્ય ઔષધીય તત્વો મેળવી અને સામાન્ય મેંદી ને બનાવી શકો છો વાળનું ઉત્તમ ગુણકારી ઔષધ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *