કિસમિસ એક પ્રકારનો સૂકો મેવો છે અને તમે મીઠાઇઓમાં અને ખીરમાં નાખી ને જરૂર ખાધી જ હશે. કિસમિસમાં વિટામીન અને ઘણા બધા પોષક તત્વો હોય છે જે તમારા શરીરને તાકાત પૂરી પાડે છે. જો તમને કમજોરી અને દૂબળાપણાની તકલીફ હોય તો તમારા માટે કિસમિસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આના માટે તમારે કિસમિસના પાણીનું સેવન કરવું જોઈએ તો આવો જાણીએ કેવી રીતે તૈયાર કરવું કિસમિસ નું પાણી.
આવી રીતે તૈયાર થશે કિસમિસનું પાણી.
સૌપ્રથમ તમે દોઢસો ગ્રામ કિસમિસ લઈ તેને સરખી રીતે ધોઈ લો અને ત્યારબાદ તેને બે કપ પાણીમાં કિસમિસને ઉકાળી અને એક રાત સુધી તે પાણીમાં રહેવા દો. હવે તમે સવારે ખાલી પેટે આ પાણીને નવશેકું ગરમ કરી સેવન કરવો કિસમિસનું આ પાણી પીવાથી તમને ઘણા બધા ફાયદા થશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કિસમિસનું આ પાણી પીવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતાં અનેક ફાયદાઓ.
જો કિસમિસનું આ પાણી તમે દરરોજ એકધારા ચાર દિવસ સુધી સેવન કરશો તો તમારા શરીરની અંદર તમે ફેરફાર મહેસૂસ કરી શકશો. તો ચાલો જાણીએ કિસમિસનું આ રીતનું પાણી સેવન કરવાના કારણે તમારા શરીરને કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.
જે લોકોને જુના કબજિયાતની સમસ્યા હોય તેવા લોકો જો કિસમિસના પાણીનું સેવન કરે તો તેના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે કિસમિસના પાણીના સેવનના કારણે તમારા શરીરની અંદર જામેલો જૂનો મળ દૂર થઈ જાય છે અને તમે કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
જો કોઈપણ વ્યક્તિ ને પેટમાં ગેસની સમસ્યા હોય તો તેવા લોકો માટે કિસમિસનું આ પાણી ખૂબ જ રામબાણ ઇલાજ સાબિત થાય છે કેમકે તેની અંદર રહેલું ફાઇબર તમારા પેટને લગતી દરેક બીમારીઓને દૂર કરે છે.
કિસમિસ ની અંદર ભરપૂર માં તે માં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. આથી તેનો સેવન કરવાના કારણે કિડની માં જમા થયેલ વધારાનો કચરો પણ દૂર થઈ જાય છે અને કિડનીને લગતી સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે.
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકો માટે કિસમિસનું આ પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કેમ કે આના કારણે શરીરમાં નવું લોહી બને છે.
જે વ્યક્તિઓ શારીરિક કમજોરી નો શિકાર હોય તેવા લોકો માટે કિસમિસનું આ પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કે આપણી સેવન કરવાના કારણે વ્યક્તિને આખો દિવસ કાર્ય કરવાની એનર્જી મળી રહે છે અને આથી જ વ્યક્તિ એનર્જી વાન બની જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.