કેરી ની ગોટલી નો મુખવાસ
ગોઠલીનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી
કેરી ના ગોઠલા
મીઠું સ્વાદાનુસાર
સંચળ પાવડર
મુખવાસ બનાવવાની રીત
સૌ પ્રથમ કેરી ના ગોટલા ને ધોઈ ને તડકા માં સૂકવી લો.સાવ સૂકાય જાય ત્યાર પછી તેને કુકરમાં નાખી ને બાફી લો પછી તેને બહાર કાઢી ને ઠંડા પાણીથી ધોઈ લો પછી તેને દસ્તા થી તોડી ને અંદર થી ધ્યાન થી ગોટલી કાઢી લો.
ત્યાર બાદ તેને સુધારી લો બાફવા ને લીધે આસાનીથી સુધારી શકાય છે પછી સુધારેલ ગોટલી ને પાણી થી ધોઈ લો પછી તેને કુકરમાં મીઠું નાખી ને બાફી લો પછી તેને ચાળણીમાં કાઢીને નીતરવા માટે મૂકો પછી તેને એક કપડાના ટુકડા પર સૂકવવા માટે મૂકો.
સૂકાતા એક અઠવાડિયા સુધી નો સમય ગાળો થાય છે સામાન્ય રીતે ગોટલી કડક થાય ત્યાં સુધી સૂકવવા માટે રાખવા ની હોય છે પછી તેને ઉપર સંચળ નાખીને બરણીમાં ભરી લેવું. તો ત્યાર છે મુખવાસ.