કર્ણાટકમાં આવેલું આ મંદિર જ્યાં શા માટે ભગવાનને ફૂલની જગ્યાએ ચઢાવવામાં આવે છે ચપ્પલો.

ભારત દેશની અંદર વિવિધ દેવી-દેવતાઓના લાખો મંદિરો આવેલા છે અને ત્યાં દરેક મંદિરની અંદર ભક્તો પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે. ભગવાનને ધૂપ-દીપ કરતા હોય છે અને ભગવાનને તાજા પુષ્પ તથા પુષ્પની માળા ચઢાવતા હોય છે અને ભગવાન પાસેથી પોતાની દરેકનો કામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા હોય છે.

પરંતુ કર્ણાટક ની અંદર એક ગામ આવેલું છે ગોલાગામ. જેની અંદર માતા લકમમા દેવીનું મંદિર છે. આ મંદિર ભારતની અંદર આવેલા દરેક મંદિરો કરતા કંઇક અલગ છે. કેમકે આ મંદિરની અંદર કોઈપણ હિન્દુ વ્યક્તિ દ્વારા માતાની પૂજા થતી નથી. પરંતુ આ મંદિરની અંદર મુસ્લિમ લોકો માતાની પૂજા કરે છે. એટલું જ નહીં આગળ અમે જે વાત બતાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે પણ રહી જશો દંગ.

કર્ણાટકમાં આવેલા માતાના મંદિરની અંદર ક્યારેય પણ ફૂલની માળા અથવા તો તાજા ફૂલ માતાજીના ચડતા નથી. પરંતુ આ જગ્યાએ માતાજીને ફૂલોનો હાર ચઢાવવામાં આવે છે અહીના લોકો ખૂબ જ શ્રદ્ધાથી માતાને પોતાના ચપ્પલો નું દાન કરે છે અથવા તો માતાના ચરણોમાં પોતાના ચપ્પલો ચઢાવે છે અને પોતાની દરેક મનોકામનાઓને પૂર્તિ કરવા માટેની પ્રાર્થના કરતા હોય છે.

 

શા માટે ચડે છે ચપ્પલ?

દિવાળીના તહેવારમાં દિવાળી બાદ લાભ ના દિવસે જે લોકો આ મંદિરે માતાના દર્શન કરવા આવે છે તે લોકો ખૂબ જ શ્રદ્ધાથી માતાના ચરણોમાં પોતાના ચપ્પલ અર્પણ કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે અને જ્યારે લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે ત્યારે એ જ લોકો ફરીથી આ મંદિરમાં આવી અને માતાજીને ચપ્પલ નો હાર જણાવે છે.

અહીંયા મંદિરની અંદર આમ કરવા પાછળ એક માન્યતા છુપાયેલી છે લોકોનું એવું માનવું છે કે દિવાળીના દિવસે જ્યારે લોકો આ વૃક્ષ પર ચપ્પલ બાંધે છે. ત્યારે માતા આ ચપ્પલ પહેરીને જ નગર પરિભ્રમણ કરે છે અને લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે અને આથી જ લોકો ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા ચપ્પલ બાંધી જાય છે. જેથી કરીને માતા તેના એ ચપ્પલ પહેરી અને તેની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવે.

અહીંના લોકો ના કહેવા પ્રમાણે આ મંદિર ખુબ જ જુનુ છે અહીંના લોકોનું કહેવું છે કે એક વખત દેવી માતા અહીં આવવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાં નજીકમાં જ આવેલા એક ગામ ના દેવતા ની નજર તેના પર પડી અને તેણે તેનો પીછો કર્યો અને આ દેવતા થી બચવા માટે માતાએ પોતાનું માથું જમીનની અંદર સંતાડી દીધું હતું અને ત્યારથી લઈને આજ સુધી માતાની મૂર્તિ પણ એ જ જગ્યાએ એવી જ સ્થિતિમાં છે.

એટલું જ નહીં પરંતુ માતાના આ મંદિરની અંદર બળદની બલિ આપવાનું પણ પરંપરા છે હાલમાં ભારત દેશની અંદર કોઈપણ પશુઓની બલી ને ગેરકાયદેસર માનવામાં આવે છે પરંતુ કર્ણાટક ની અંદર આવેલા આ ગામની અંદર લોકો હજી પણ આવા અંધવિશ્વાસને શ્રદ્ધા રાખે છે અને ખૂબ જ માતા માં વિશ્વાસ રાખીને પોતાના બળદોની બલી આપી દે છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *