કૉમેડી નાઇટ્સ વિથ કપિલ થી ફેમસ થયેલી અને આ સો ની અંદર કપિલ શર્મા ની પત્ની તરીકે રોલ બજાવતી સુમોના ચક્રવર્તી વારેવારે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા કરે છે. તાજેતરમાં જ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે થયેલા બનાવને શેર કર્યો હતો જેથી તે ચર્ચાનું કારણ બની હતી. તો ચાલો જાણીએ શું છે આખી હકીકત.
સુમોના ચક્રવર્તી તાજેતરમાંજ મુંબઈની અંદર આવેલા એક સલૂન ની અંદર વેક્સિંગ કરવા માટે ગઈ હતી, પરંતુ ત્યાં તેની સાથે ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો, જે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો,
સુમોનાએ જ્યારે આ સલુનની અંદર પોતાની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી ત્યારે તેની સુંદરતામાં વધારો થવાની બદલે તેના બોડી પર આ કેમિકલ રિએક્શન થયા હતા. જેના પ્રૂફ તરીકે તેણે સોશિયલ મીડિયા પર પોતાના અમુક ફોટો પણ અપલોડ કર્યા હતા. આ ફોટો પરથી તમે જોઈ શકો છો કે સુમોના ચક્રવર્તી સાથે ખરેખર તે સલુનમાં શું થયું છે?
સુમોનાએ આગળ જણાવતા કહ્યું કે તેના સ્કિન પર આવેલું આ ઇન્ફેક્શનથી તે ખૂબ જ પરેશાન છે/ આ ઉપરાંત તે સૂર્યના સીધા કિરણોમાં પણ જઈ શકતી નથી. સૂર્યના તાપમાં જવાથી તેની આખી સ્કિન બળવા લાગે છે અને આથી જ તેને સૂર્યમાં બહાર નીકળવા માટે તે સૂર્ય થી બચવા માટે ની જેલ લગાડવી પડે છે.
આ ઉપરાંત તેણે પોતાના ફેન્સને સલાહ પણ આપી હતી કે ભૂલથી પણ ક્યારેય આ સલુનની મૂલાકાત ન લેવી. કેમ કે ત્યાં તેણે અનુભવ કરેલા ખરાબ અનુભવથી તે ક્યારેય પણ હવે આ સલુનમાં પાછી જશે નહિ તથા બીજાને પણ સલાહ આપે છે કે એ સલુનમાં ક્યારેય ન જવું.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.