કાકડીના સુંદર ઉપયોગો – સામાન્ય સમસ્યાઓ હવે થશે દુર

સામાન્ય સમસ્યાઓ દુર કરવાનો એક વીભાગ તેઓ ચલાવે છે.

૧. આપણને રોજેરોજ જરુરી વીટામીનો પૈકી ઘણાખરાં કાકડીમાં હોય છે. કાકડીમાં વીટામીન બી૧, બી૨, બી૩, બી૬, ફૉલીક એસીડ, વીટામીન સી, કેલ્સીયમ, લોહ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશ્યમ અને ઝીન્ક પણ હોય છે.

૨. બપોર પછી તમે થાક અનુભવો છો? કોક જેવાં કેફીનવાળાં પીણા લેવાને બદલે એક કાકડી ખાઓ. કાકડીમાંનાં વીટામીન બી સમુહ અને કાર્બોહાઈડ્રેટ તમને તરત જ સ્ફુર્તી આપશે જે કલાકો સુધી તરોતાજા રાખશે.

૩. શાવર લીધા પછી તમારા બાથરુમનો અરીસો ધુંધળો – ફોગી થઈ જતો હોય તો કાકડીની ચીરી એના પર ઘસવાથી એ ફરીથી ચકચકીતી થઈ જશે અને સરસ સુગંધ પણ આવશે.

૪. જો તમારા બગીચામાં ઈયળ અને સ્લગ (ગોકળ ગાય જેવું પણ સપાટ નરમ અને ઢાલ વીનાનું નાનું પ્રાણી જેને અમારા તરફ લોકો પાવડું કહેતાં એવું સ્મરણ છે. -ગાંડાભાઈ) આવતાં હોય અને છોડવાને નુકસાન કરતાં હોય તો એક નાના એલ્યુમીનીયમના કન્ટેનરમાં (જેમ કે પાઈનું ટીન કે એવું બીજું કોઈ બીનજરુરી એલ્યમીનીયમનું કન્ટેનરમાં) કાકડીની સ્લાઈસ કરીને મુકો. આખી સીઝન દરમીયાન તમને આવાં પ્રાણીઓનો ઉપદ્રવ રહેશે નહીં.

કાકડીમાંનાં કેમીકલની એલ્યુમીનીયમ સાથે રાસાયણીક પ્રક્રીયાને કારણે જે એક પ્રકારની વીશીષ્ટ ગંધવાળો પદાર્થ પેદા થાય છે જેની ગંધ મનુષ્યોને આવતી નથી, પણ આ પ્રાણીઓને આવે છે, તે એમને ભગાડી દે છે.

૫. બહાર જતાં પહેલાં ઝડપથી મોં પરની કરચલી કે ખાડા દુર કરવા માટે કાકડીની એકબે સ્લાઈસ કરીને મોંના અસરગ્રસ્ત ભાગ પર કેટલીક વાર સુધી ઘસો. કાકડીમાંનું એક પ્રકારનું રસાયણ ચામડીની નીચેના સ્નાયુ વીસ્તૃત કરે છે આથી બાહ્ય ત્વચા ચુસ્ત થાય છે. આથી કરચલી કે ખાડામાં ફેર પડે છે.

૬. નશાના કારણે પેદા થયેલી બેચેની કે ભયંકર માથાનો દુખાવો દુર કરવા સુતાં પહેલાં બેચાર કાકડીની ચીરી ખાવી. ઉઠશો ત્યારે બેચેની અને માથાનો દુખાવો ગાયબ થઈ ગયો હશે. કાકડીમાં પુરતા પ્રમાણમાં શર્કરા, વીટામીન બી અને પૌષ્ટીક દ્રવ્યો પહોંચાડનાર પ્રવાહી તત્ત્વ હોય છે, જે આપણા શરીરે ગુમાવેલ પૌષ્ટીક દ્રવ્યોની પુર્તી કરી બધું સપ્રમાણ કરી દે છે, આથી નશાની બેચેની અને માથાનો દુખાવો દુર થાય છે.

૭. બપોર પછીની કે સાંજની ખા ખા કરવાની પળોજણથી મુક્ત થવું હોય તો કાકડી ખાઓ. સૈકાઓથી કાકડીનો ઉપયોગ આ માટે થતો આવ્યો છે. યુરોપમાં જંગલી પ્રાણીઓને પકડનારા આ ઉપાય કરતા.

૮. કોઈ અગત્યની મીટીંગમાં કે નોકરીના ઈન્ટરવ્યુમાં જવાનું હોય, અને બુટની પૉલીશ કરવાનું રહી ગયું હોય તો શું કરશો? તરતની કાપેલી કાકડીની ચીરી બુટ પર ઘસો. એમાંનાં રસાયણો બુટને તરત જ લાંબા સમય સુધી ચકચકીત કરી દેશે એટલું જ નહીં, એના પર પાણી પણ ચોંટશે નહીં.

૯. મીંજાગરું કીચુડ કીચુડ અવાજ કરે છે, અને તમારી પાસે ઉંજણ ખલાસ થઈ ગયું છે. કાકડી કાપીને એની ચીરી મીંજાગરા પર ઘસો. અવાજ ગાયબ.

૧૦. સ્ટ્રેસમાં છો, માલીશ કરવાનો કે સ્પામાં જવાનો સમય નથી. ગભરાઓ નહીં. એક આખી કાકડી કાપી એક વાસણમાં પુરતું પાણી મુકી ઉકાળવા મુકો. એની વરાળનો નાસ લો. ઉકળતા પાણી સાથે કાકડીમાંનાં રસાયણો અને પૌષ્ટીક તત્ત્વો સાથે પ્રક્રીયા કરી વરાળમાં પ્રવેશે છે, જેની સાતાદાયક, વીશ્રાંતીદાયક મધુર પમરાટ સ્ટ્રેસ દુર કરશે.

૧૧. તમે કામ પતાવી લંચ પુરું કર્યું અને તમને ખ્યાલ આવ્યો કે આહારની વાસ દુર કરવા માટે મોંમાં મુકવાનું કશું નથી. શું કરવું? કાકડીની એક ચીરી લઈ તાળવા પર દબાવી દો, ખરાબ વાસ દુર કરવા માટે જીભ વડે ત્યાં ૩૦ સેકન્ડ સુધી પકડી રાખો. કાકડીમાંનું એક રસાયણ દુર્ગંધ પેદા કરનાર બેક્ટેરીઆનો નાશ કરશે.

૧૨. નળની ચકલી, સીન્ક કે બીજા કોઈ સ્ટેઈનલેસ સ્ટીલના સાધનની સફાઈ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે કરવા ઈચ્છો છો? કાકડીની એક ચીર લઈ સાફ કરવા માગતા હો તે સપાટી પર ઘસો. એનાથી વર્ષોથી પડી રહેલા ડાઘા માત્ર દુર થઈ ચકચકીત થશે એટલું જ નહીં, એના પર કોઈ નીશાન સુદ્ધાં રહેશે નહીં અને સાફ કરતી વખતે તમારાં આંગળાં કે નખને કોઈ નુકસાન નહીં થાય.

૧૩. પેન વડે લખતાં લખતાં કોઈ ભુલ થઈ ગઈ? કાકડીનો બહારનો ભાગ લઈ ધીમે ધીમે લખાણ ભુંસવા માટે ઘસો. એ રીતે બાળકોએ દીવાલ પર ચીતરામણ કર્યું હોય તે પણ દુર થઈ શકશે.

તમારા પરીચીતોને એમની રોજબરોજની સમસ્યા સરળ અને સલામત રીતે દુર કરવા માટે આની જાણ કરો.

સાભાર : ગાંડા ભાઈ વલ્લભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *