કોડીનારનું પ્રખ્યાત કાજુ ગાંઠિયા નું શાક બનાવો ઘરે જ જાણી લો તેની રેસિપી.

મિત્રો આપણે અત્યાર સુધી ચણાના લોટમાંથી બનેલા ગાંઠિયા ખૂબ ખાધા હશે. પરંતુ શું તમે ક્યારેય આ જગ્યા માંથી બનેલું કાજુ ગાંઠિયા નું શાક ખાધુ છે. જો નહીં તો, ચાલો આજે અમે આપને બતાવી દઇએ કે કોડીનાર ની અંદર પ્રખ્યાત એવું આ કાજુ ગાંઠિયા નું શાક કઈ રીતે બનાવી શકાય ઘરે.

સામગ્રી

  • સો ગ્રામ ગાંઠિયા,
  • 50 ગ્રામ કાજુ,
  • અડધી ચમચી રાઈ,
  • અડધી ચમચી હિંગ,
  • 1 મોટો ચમચો તેલ,
  • એક ચમચી લાલ ચટણી,
  • એક ચપટી હળદર,
  • ઝીણી સમારેલ કોથમીર,
  • બે કપ દહીં,
  • મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત

કોડીનાર નું પ્રખ્યાત આ કાજુ ગાંઠિયા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રાઈ અને જીરાનો વઘાર કરો. સ્વાદ વધારવા માટે તમે મીઠા લીમડાનો પણ ઉપયોગ કરી શકો છો.

જેવો જ તેલનો વઘાર થઇ જાય અને રાયની સુગંધ આવે કે તરત જ તેમાં દહીં હિંગ લાલ ચટણી હળદર અને ની ઉમેરો. ત્યારબાદ તેમાં ઉપરથી અડધો કપ જેટલું પાણી ઉમેરી તેને બરાબર હલાવો.

આ મિશ્રણને ધીમી આંચ પર સતત હલાવતા રહો. અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી આ મિશ્રણને તેલનો વઘાર દહી સાથે બરાબર ભળી જશે. હવે ત્યાર બાદ આ વઘાર ની અંદર ઉપરથી ગાંઠીયા અને કાજુ ના ફાડા ઉમેરી દો.

હવે આ મિશ્રણને હલકે હાથે હલાવવું. કેમકે ખૂબ જોરથી હલાવવાથી તેમાં રહેલા ગાંઠીયા એકદમ છૂંદો થઈ જશે. હવે અંદાજે બે મિનિટ સુધી ગેસ પર આ ગાંઠિયા અને કાજુને ચડવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો.

હવે આ શાકને એક તપેલી માં કાઢી તેમાં ઉપરથી ઝીણી સમારેલ કોથમીર ભભરાવો આ રીતે તૈયાર છે કોડીનારનું ખૂબ જ પ્રખ્યાત એવું કાજુ ગાંઠિયા નું શાક તમારા ઘરે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *