આજકાલ માર્કેટની અંદર દરેક વસ્તુનું ડુપ્લીકેટ આવી ગયું છે. જે કોઈપણ વસ્તુ એકદમ હિટ જાય કે તરત જ માર્કેટની અંદર તેનું ડુપ્લીકેટ આવી જાય છે. કેમકે જે ઓરીજનલ વસ્તુ હોય છે તે દરેક લોકોને પરવડે તેટલી હોતી નથી અને આથી જ લોકો તેના ડુપ્લીકેટ બનાવીને તેના કરતાં અડધી કિંમત કરતાં પણ ઓછી કિંમતે તે વસ્તુને વેચવા માટે છે.
પરંતુ ડુપ્લીકેટ બનાવનારા આ વ્યક્તિઓ ઓરીજનલ વસ્તુની એવી હુ બહુ કોપી બનાવે છે કે સામાન્ય વ્યક્તિ આ બંને વસ્તુ ની અંદર નો ફર્ક સમજી શકતો નથી અને આના કારણે ઘણા લેભાગુ તત્વો ડુબલીકેટ વસ્તુને પણ ઓરીજનલ બનાવીને તમને વેચી દેતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ડુપ્લિકેટ અને ઓરીજનલ ગેજેટ્સ વચ્ચેના અમુક તફાવત જે ભવિષ્ય મા તમારા માટે ઘણા ફાયદાકારક સાબિત થશે.
લોગો
દરેક કંપનીએ પોતાનો ઓરીજનલ બ્રાન્ડ લોગો હોય છે અને તેના દ્વારા તમે કોઈ વસ્તુ ઓરીજનલ છે કે નહીં તે જાણી શકો છો. કેમ કે ડુપ્લીકેટ બનાવનાર વ્યક્તિ ઓરીજનલ વસ્તુઓને કોપી કરી શકતા નથી તેની જગ્યાએ તેમાં થોડો ઘણો ફેરફાર કરી લે છે. જો તમે એ ફેરફારને સમજી લો તો તમે ઓળખી શકશો કે તમે લીધેલી વસ્તુ ઓરીજનલ છે કે ડુપ્લીકેટ આ માટે જો આ તસવીરો.
પેકિંગ
જ્યારે તમે કોઈ પણ નવી વસ્તુ ખરીદવા જાવ ત્યારે તેનું પેકિંગ દૂરથી વાંચી લેવું કેમ કે નકલી વસ્તુ બનાવનાર વ્યક્તિ તેની પેકીંગ ઉપર એટલું ધ્યાન આપતા નથી અને આથી જ તમે આસાનીથી જાણી શકો છો કે કઈ વસ્તુ નકલી છે કે કઈ વસ્તુ ઓરીજનલ.
ચાર્જર
માર્કેટની અંદર અવેલેબલ મોટાભાગના ચાર્જર ડુપ્લીકેટ આવતા હોય છે અને દુકાનદારો આ ડુપ્લીકેટ ચાર્જરને ઓરીજનલ ચાર્જર ના પૈસા વસુલ એને વેચી દે છે પરંતુ ડુપ્લિકેટ અને ઓરીજનલ ચાર્જરના આ ફર્ક વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
મટીરીયલ ની ક્વોલિટી
ડુપ્લીકેટ વસ્તુ બનાવનાર વ્યક્તિઓ પોતાની વસ્તુ માં એકદમ હલકી ક્વોલિટીનું મટીરીયલ વાપરે છે અને આથી જ તે લોકોને આ ડુપ્લીકેટ વસ્તુઓ સસ્તામાં પોસાય છે આથી જો તમે કોઈપણ ગેજેટ્સ લો ત્યારે તેની કોલીટી જેવી કે તેનું પ્લાસ્ટીક એલ્યુમિનિયમ રબર વગેરેને ચેક કરીને તમે ઓરીજનલ અને ડુપ્લીકેટ વસ્તુ વચ્ચેનો ફર્ક સમજી શકો છો.
યુઝર મેન્યુઅલ
મોટાભાગના દિવસની અંદર યુઝર મેન્યુઅલ આપેલી હોય છે પરંતુ જો આ યુઝર મેન્યુઅલ કોઈ બીજી લેંગ્વેજ ની અંદર આપવામાં આવેલી હોય અને તે લેંગ્વેજ તમે સમજી શકતા ન હો તો સમજી લેવું કે આ યુઝર મેન્યુઅલ અને આ ડિવાઇસ ડુપ્લીકેટ છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.