જૂનામાં જૂની અને જટિલમાં જટિલ કબજિયાત થશે દુર વાચો ઉપચાર

આજકાલ ના ખોરાક ફાસ્ટફૂડ થઇ ગયા છે એવામાં પેટને લગતી સમસ્યા ઓ દરેક વ્યક્તિ ને થતી હોય છે. પરંતુ આ બધી સમસ્યા માંથી કબજિયાત એ ગંભીર સમસ્યા છે. કબજિયાત કાંઈજ નથી તમારા મળ નો ત્યાગ ના થવાની સમસ્યા છે. કબજિયાત મળ નો ઓછો ત્યાગ, મળ માં ગાંઠા નીકળવા તેમજ સતત પેટ સાફ ના રહેવું,જમ્યા પછી તે ભોજન સરખી રીતે ના પચવું, અથવા તો તે ભોજન સરખી રીતે સાફ ના થવું, મળ ત્યાગ કરીને આવો છતાં પણ પેટ હળવું ના થાય આ બધી સમસ્યા ને કબજિયાત કહે છે.

કબજિયાત ની બીમારી નાના બાળક થી લઇ મોટી ઉમર ના વ્યક્તિ ને થઇ શકે છે. કબજિયાત ની બીમારી એવી બીમારી છે કે જો તેનો કોઈ ઉકેલ ના આવે તો તમને પેટ દુખવા ની સમસ્યા રહે છે આ દુખાવો ઘણીવાર અસહ્ય પણ થઇ જાય છે

તમારી આ કબજિયાત ની સમસ્યા નો ઉકેલ તો અમે જણાવશુંજ પણ તમને એ પણ બાબત કહીશું ક્યાં ક્યાં કારણે તમને આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યા થી દરેક વ્યક્તિ પરેશાન છે. સામાન્ય રીતે આ સમસ્યા માં વ્યવસ્થિત ખોરાક પચી શકતો નથી અને અલગ અલગ વ્યક્તિ ને જુદીજુદી સમસ્યાઓ ઉદભવ કરાવે છે ઘણા લોકો ને ગેસ ની તકલીફ થઇ જાય છે. અને ગેસ ની સમસ્યા ના કારણે કબજિયાત થવું શક્ય બંને છે.

કબજિયાત થવાના કારણો

ખાવા પીવાની ખરાબ ટેવ જેની અંદર સમયસર ભોજન ના લેવું, ઠંડો અને ચીકાશ વાળો ખોરાક લેવો, મેદા થી વાનગીઓ નો વધુપડતો આહારમાં ઉપયોગ, ભોજન ફાઈબર ઓછુ હોવું,પાણી ઓછુ પીવું, કેફી દ્રવ્યો નું ખુબજ પ્રમાણમાં સેવન, એલોપેથી દવાઓ વધુ પ્રમાણમાં લેવા થી , ચાટ પકોડી, નમકીન જેવી વાનગી આહારમાં લેવાથી કબજિયાત થાય છે.

જો તમે ભોજન લીધા પછી સીધાજ કામે વળગી રહો, જમવાનું યોગ્ય રીતે ના પચવું એ પણ કબજિયાત નું કારણ બની શકે છે.

કબજિયાત થી બચવા ચૂર્ણ બનાવવા ની રીત

એક કિલો હરડે ને છાસ માં 24 કલાક માટે પલાળવા મૂકી દો. આ પલાળેલી હરડે 24 કલાક પછી બહાર કાઢી તડકામાં સુકવી લો. સુકાઈ ગયેલી હરડે ને પીસી પાવડર બનાવો, રોજ સાંજે સુતા પહેલા 4 ગ્રામ હરડે એક ગ્લાસ પાણી સાથે લો. આ હરડે એ કબજિયાત અને પેટને લગતી તમામ સમસ્યા નો ઉતમ ઉપચાર છે.

આ સીબ્વાય હરડે ના પાવડર ને અરંડિયા ના તેલમાં હળવું શેકી લો તો તેની અસર બમણી થઇ જશે.

કબજિયાત થી બચવા કેવો આહાર લેવો.

કબજિયાત થી બચવા ફાયબર યુક્ત આહાર તેમજ મગ ની દાળ, મસુર ની દાળ, તુરીય, ટીંડોળા, બટાકા, સરગવો, પાલક ને ખોરાકમાં વધુ લઇ શકો છો. અને ભૂખ લાગી હોય તેના કરતા થોડું ઓછુ ભોજન લો જેથી અપચા ની સમસ્યા નહિ ઉદભવે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *