જો તમને પણ જોવા મળે આ ત્રણ સંકેત તો સમજવું કે શરૂ થઇ રહ્યો છે તમારો સારો સમય.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં ઘટતી દરેક ઘટના ભવિષ્યમાં આવનારા સુખ અને દુઃખના સંકેત હોય છે. વાસ્તુ શાસ્ત્ર બતાવે છે કે અનેક ઘટનાઓ તમારા ભવિષ્ય સાથે જોડાયેલી હોય છે. જેમકે તમારા ભવિષ્યમાં સુખ આવવાના સંકેતો બતાવે છે જ્યારે અમુક ઘટનાઓ દર્શાવે છે કે ભવિષ્યમાં તમે દુઃખી થવાના છો. વાસ્તુશાસ્ત્ર દર્શાવેલા નિયમો અનુસાર આજે અમે આપને બતાવી રહ્યા છીએ અમુક એવા સંકેતો કે જો તમે તેને જોઈ જાવ તો સમજી લેવું કે આજથી જ તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ શું છે આ સંકેતો.

બિલાડી ના બચ્ચા:-

જો સવારમાં ઊઠતાંવેંત તમને કોઈ જગ્યાએ બિલાડીના એકથી વધુ નાના બચ્ચાઓ દેખાઈ જાય, તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઇ રહ્યો છે. કેમ કે, આ આ દ્રશ્ય સંકેત આપે છે ભવિષ્યમાં આવનાર સારા સમાચાર અંગેનું. સવારના પોરમાં બિલાડી નાના નાના બચ્ચા દેખાઈ જાય તો, તમારે તમારી દરેક ચિંતાઓને છોડી દેવી કેમ કે, તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમને સારા સમાચાર અવશ્ય અને અવશ્ય મળશે.

ચકલીનો માળો:-

જો તમારા ઘરની અંદર કોઈ ચકલી માળો બનાવે અને આ માળાની અંદર પોતાના ઈંડા મુકીને તેને સેવે તો સમજી લેવું કે તમારા સારા દિવસો શરૂ થવા જઇ રહ્યા છે. તમારા ઘરમાં ચકલીનો માળો એ સંકેત આપે છે કે તમારા ઘરમાં સુખ સુવિધાઓ આવવાની છે. આથી ક્યારેય પણ જો ચકલી ઘર માં માળો બાંધે તો એ માળા ને હટાવવા ની જગ્યાએ તેને પોતાના સ્થાન પર જ રહેવા દેવું.

કાળી કીડીઓનું દેખાવું:-

જો તમારા ઘરમાં તમને કાળી કીડીઓનું જો એક જ લાઈનમાં જતું દેખાય તો સમજવું કે તમારા ઘરમાં ધન સંપત્તિ આવી રહી છે. ઘરમાં કાળી કીડીઓને એક જ લાઇનમાં જવું એ તમારા ઘરમાં ભવિષ્યમાં આવનાર ધન-સંપત્તિના સંકેતો બતાવે છે. આ કીડીઓને ભગાવવાની જગ્યાએ તેને પોતાનું કામ કરવા દેવું, કેમકે તે તમારા ઘરમાં લક્ષ્મીજીની આવકના દ્વાર ખુલશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *