ઘણા લોકો પોતાના પરિવારનો પૂરેપૂરો ખ્યાલ રાખવા છતાં પણ તેના પરિવારના લોકો વારંવાર બીમાર પડયા કરતા હોય છે. તે ગમે તેટલી દવા કરી લે અને ગમે તેટલી સારવાર કરી લે છતાં પણ તેને અમુક એવી બીમારીઓ થાય છે, કે જેનો કોઈ પણ જાતનો ઇલાજ શક્ય જ નથી. જ્યારે તે ડોક્ટર પાસે જાય છે ત્યારે પણ તેને એવું કહેવામાં આવે છે, કે આ કોઇ ગંભીર બીમારી નથી અને છતાં પણ તે એ બીમારીથી પીડાય કરે છે. ત્યારે આપણે વિચારીએ છીએ કે આવું તે શું થયું હશે કે જેને કારણે આપણા ઘર પરિવારના દરેક સદસ્ય બીમાર પડયા કરે છે.
તેમાં દોસ્ત તમારો નહીં પરંતુ દોસ્ત છે વાસ્તુશાસ્ત્ર નો. જી હા, મિત્રો તમારા પરિવારના સદસ્યો જો વારેવારે બીમાર પડયા કરે છે, તો તેની પાછળનું એક કારણ હોઈ શકે તમારા ઘરમાં વાસ્તુ શાસ્ત્ર ની કમી. વાસ્તુશાસ્ત્ર એ આપણા પુરાણોમાં મળતું એક એવું શાસ્ત્ર છે, કે જેની અંદર ઘરની અંદર રહેલી દરેક વસ્તુના તથા તેની જગ્યાના તમારા પર અને તમારા પરિવાર પર થતી અસરો વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર ની અંદર તમારું ઘર, પૂજાઘર, બેડરૂમ અને રસોડું દરેક કઈ જગ્યાએ હોવું જોઈએ તેના વિશે પણ વિશેષ ખ્યાલ આપવામાં આવ્યો છે.
આજે અમે આ જ વાસ્તુશાસ્ત્રની મદદથી બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી વસ્તુઓ કે જેના કારણે જો તે વસ્તુઓ ન કરવામાં આવી હોય તો તેના કારણે તમે અને તમારા ઘર પરિવારના લોકો કાયમી માટે બીમાર રહી શકો છો. આથી જો તમને વાસ્તુદોષનો પ્રોબ્લેમ હોય તો તમે આ લેખ દ્વારા વાંચીને કરો તેનો ઉપાય.
1. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરની વચ્ચો વચ ક્યારેય પણ સીડીઓ ન હોવી જોઈએ તે હંમેશા ઘરની કોઈ દીવાલ કે કોઈ ખૂણામાં હોવી જોઈએ.
2. ઘર ની વચોવચ ક્યારેય પણ ખૂબ જ મોટું અને ભારી ફર્નિચર ન હોવું જોઈએ. જો ખૂબ મોટું ફર્નિચર ઘરની વાચો વચ રાખવામાં આવે, તો તે તમારા પરિવારમાં સ્વાસ્થ્ય ને લગતી તકલીફો ઉભી કરી શકે છે.
3. ઘરના સદસ્યોની સતત બીમાર રહેવા પાછળનું એક કારણ છે તમારા ઘરનું દક્ષિણ દિશા તરફ હોવું. જો તમારું ઘર દક્ષિણ દિશા તરફ છે અને તેનો ઢાળ પણ દક્ષિણ દિશા તરફ છે. એટલે કે જે પાણી છે તે દક્ષિણ દિશા તરફ વહીને જાય છે, તો તે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આમાંથી છુટકારો મેળવવા માટે દક્ષિણ દિશા તરફ આવેલા દરેક દરવાજાને લાકડામાંથી બનાવો તથા તેને કાયમી માટે બંધ રાખો અને બને તો પાણીનો પ્રવાહ બીજી તરફ ફંટાય એવી કોઇ વ્યવસ્થા કરો.
4. ભગવાન ની છબીઓ દક્ષિણ દિશા તરફ રહે તે રીતે લગાવો જેને કારણે તમારા પરિવારના સદસ્યોની સ્વાસ્થ્ય સંબંધી દરેક સમસ્યાઓ દૂર થશે.
5. જો તમારા પરિવારના સદસ્યો કાયમી માટે બીમાર રહેતા હોય અને તમને પણ વાસ્તુદોષ લાગ્યો હોય તો આ માટે અગ્નિ ખૂણામાં દરરોજ એક લાલ રંગની મીણબત્તી સળગાવી આમ કરવાથી તમારા પરિવારનું સ્વાસ્થ્ય સુધરશે.
6. આ ઉપરાંત પરિવારના સદસ્યોને કોઈ ગંભીર બીમારી થઈ હોય તો તેના રૂમની અંદર કાયમી માટે એક મીણબત્તી સળગાવી આમ કરવાથી તે રૂમમાં રહેલા દરેક વાસ્તુદોષ દૂર થશે અને તેનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…