આજકાલ માણસોનું જીવન અને લાઈફ સ્ટાઇલ દોડધામ વાળી થઇ ગઈ છે. આજનો માનવી પૈસા કમાવાની હોડ માં પોતાના શરીર નું ધ્યાન રાખી શકતો નથી અને આથી જ કદાચ આજના મોટાભાગ ના લોકો કોઈને કોઈ સંધની બીમારી થી પીડાતા હોય છે પછી ભલે તે કમરમાં દુઃખાવો હોય કે પછી પીઠ દર્દ કે ઘુટણ નું દર્દ. આ દરેક દર્દ એવા છે કે તેની ગમે તેટલી દવા કરવા છતાં તે દુર થતા નથી.
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા આસન ઉપાય જે કરવાથી તમારા સંધના દુઃખાવા થશે જડમુળ થી દુર. સામાન્ય રીતે સાંધા દુઃખાવા પાછળનું મુખ્ય કારણ છે શરીરમાં કેલ્સિયમ ની ઉણપ. જો શરીર ને પૂરતા પ્રમાણમાં કેલ્સિયમ અને વિટામીન ડી મળતું રહે તો તમન ક્યારેય પણ સંધના દુઃખાવા થશે નહિ.
હવે જો શરીર માં વિટામીન ડી અને કેલ્સિયમ પુરતા પ્રમાણમાં આપવા માટે તમારે તમારી ડાયેટ પ્લાન માં કેલ્શિયમ થી ભરપુર ખોરાક સામેલ કરવો જોઈએ, આમ કરવથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્સિયમ અને વિટામીન ડી મળી રહેશે અને તમારા હાડકાના દર્દ થાશે દુર.
આ ઉપરાંત તમે કેલ્શ્યિમ અને વિટામિન ડી ધરાવતા ખોરાકને પણ તમારી ડાયેટમાં સામેલ કરી શકો છે. કેલ્શ્યિમ હાડકાને મજબૂત કરે છે અને વિટામિ ડી કેલ્શ્યિમના અવશોષણને વધારે છે. જેથી સાંધાના દુખાવો થવાની સંભાવના ઓછી થઇ શકે છે.
સામાન્ય રીતે દૂધને કેલ્શ્યિમ નો વિપુલ ભંડાર માનવામાં આવે છે. આથી જો દિવસમાં ૨ વખત દૂધ પીવામાં આવે તો શરીરમાંથી કેલ્શ્યિમની ઉણપ પૂરી થઇ જાય છે. અને તમારા હાડકા મજબુત બને છે.
શરીરમાં હાડકા મજબુત હશે તો ક્યારેય સંધના દુઃખાવા ની સમસ્યા નહિ સર્જાય આ માટે સ્ટ્રોબેરી જેવા સુપર ફૂડ્સ વસ્તુઓનું સેવન કરવું જોઈએ કેમ કે તે હાડકાઓને મજબૂત કરે છે. તેને તમારી ડાયેટમાં જરૂર સામેલ કરો. તેનાથી હાડકાની બીમારીઓ દૂર થાય છે અને તેના અનેક ફાયદા મળે છે.
આ ઉપરાંત જામફળના કુણા પાંદડાને વાટીને સંચળ સાથે ખાવાથી પણ સંધના દુખાવામાં રાહત રહે છે.
સોયાબીન ને પ્રોટીન અને વિટામીનનો એક કુદરતી સ્ત્રોત માનવામાં આવે છે. સોયાબીનમાં રહેલા પ્રોટીન અને કેલ્શ્યિમ હાડકા માટે ખુબજ ફાયદાકારક હોય છે. દૂધ અને દહીં ખાવાનું પસંદ કરો છો તો તેને તમારી ડાયેટમાં સામેલ કરો.
સામાન્ય રીતે આપડે અળસીનો મુખવાસ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમને સાંધાનો દુખાવો થઇ રહ્યો છે તો તમે અળસીના બીજનું સેવન કરી શકો છો.
આ ઉપરાંત સાંધાના દુ:ખાવામાંથી રાહત મેળવવા ૧૦૦ ગ્રામ લસણને ૧ ગ્લાસ ગરમ દૂધ સાથે પીવાથી સાંધાનાદુખાવામાંથી તરત જ રાહત મળશે.