જો તમારૂં પર્સ પણ રહેતું હોય ખાલી તો શુક્રવારના દિવસે કરો આ 3 ઉપાય.

આજના સમયમાં પૈસા એ દરેક વ્યક્તિની મુખ્ય જરૂરીયાત બની ગઈ છે. કેમ કે પોતાની સુખ-સુવિધામાં વધારો કરવા માટે તેને પૈસાની ખાસ જરૂર પડે છે. ઘણા લોકોને ખૂબ ઓછી મહેનત કરવા છતાં પણ ઘણા પૈસા મળી રહે છે અને તે કાયમી માટે ખુશ રહે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે રાત દિવસ તનતોડ મહેનત કરવા છતાં પણ પૂરતા પૈસા કમાઈ શકતા નથી. અને જો પૈસા કમાય તો પણ તેની પાસે ટકતા નથી.

આમ થવા પાછળનું કારણ કોઈ પણ હોય પરંતુ જો યોગ્ય ઉપાય કરવામાં આવે તો તમારી આ સમસ્યા માંથી કાયમી માટે છુટકારો મળી શકે છે. અને તમારૂં પાકીટ પણ કાયમી માટે પૈસાથી છલોછલ થઈ શકે છે. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી પરંતુ શુક્રવારના દિવસે આ સામાન્ય એવા ત્રણ ઉપાય કરવાની જરૂર છે. તો ચાલો જાણીએ શું છે આ ઉપાય.

 

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો તમે કાયમી માટે બની શકો છો પૈસાદાર. શુક્રવારના દિવસને માતા લક્ષ્મીનો વાર કહેવામાં આવે છે. આથી તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તે ખુશ થઈને આપી શકે છે તમને અઢળક ધન. આ માટે તમારે શુક્રવાર ના દિવસે જરૂર છે આ 3 ઉપાય કરવાની.

ભગવાન વિષ્ણુ નો અભિષેક

શુક્રવારના દિવસે દક્ષિણાભિમુખ શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુની ઉપર આ જળનો અભિષેક કરવો. આવું સતત ત્રણ શુક્રવાર સુધી કરવું. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઉપર કૃપા વરસાવે છે. જેથી તમારા ઘરમાં ક્યારેય ધનની ઉણપ સર્જાતી નથી.

પીપળાને જળ ચઢાવવું

જો શુક્રવારના દિવસે પીપળાના મૂળ પાસે જળ ચઢાવવામાં આવે તો તેનાથી પણ તમારા ઘરમાં કાયમી માટે સુખ-શાંતિનો વાસ થાય છે. ઘરમાં સુખ-શાંતિ આવવાના કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. જેને કારણે તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી ઉત્પન્ન થતી નથી.

પીપળા નો અભિષેક

શુક્રવારના દિવસે પીપળ ના છાયામાં ઉભા રહી પીપળા નો આ રીતે અભિષેક કરવો જોઈએ. આ માટે એક લોખંડના પાત્રમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી ભરી આ મિશ્રણ વડે પીપળાના મૂળમાં અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં અચાનક ધનલાભ ના સંજોગો સર્જાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *