મિત્રો આપણે ત્યાં એક કહેવત છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂની કોઈપણ વસ્તુ હોય તેની કિંમત ક્યાંય ઓછી થતી નથી ઊલટાની તેની કિંમત દિવસે ને દિવસે વધતી જ જાય છે. ભારત દેશની અંદર વર્ષોથી અલગ અલગ પ્રકાર ના ચલણો વાપરવામાં આવે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ભારતની અંદર વિવિધ જાતના ચલણ અસ્તિત્વમાં આવ્યા છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો એ જુના ચલણી સિક્કાઓ અને નોટો જોયા નહીં હોય. પરંતુ આપણને તેના મૂલ્ય વિશે તો ખબર જ હશે. અને કદાચ આપણે આવા અમુક ચલણી સિક્કાઓ અને નોટો ને સાચવી પણ રાખી હશે.
હવે જો તમારા માંથી કોઈ વ્યક્તિએ રૂપિયા ની જૂની નોટ સાચવી રાખી હોય. તો તેના માટે આ માહિતી જરૂર વાંચવા જેવી છે. ઘણા લોકો પાસે વર્ષોથી આવી જૂની નોટો હશે. પરંતુ તેને એ વાતનો ખ્યાલ નહીં હોય કે, આ નોટનું કરું શું. જો તમારી પાસે પણ રૂપિયાની જૂની નોટ છે. અને તમે પણ નથી જાણતા કે આ નોટ નું શું કરી શકાય તો અમે આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ રૂપિયા ની જુની નોટ નું શું કરવું.
આજે ઇન્ટરનેટ પણ ઘણી વેબસાઈટ ઉપર આવી જુની નોટો ની ઓનલાઈન નિલામી કરવામાં આવે છે. જેની અંદર તમારી નોટ તેની કન્ડિશન અને તે કેટલા વર્ષ જૂની છે તેના આધારે તમારી આ જૂની ચલણી નોટો ના ભાવ નક્કી કરવામાં આવે છે. અને જો તેમાં પણ તમારી પાસે કોઈ અદભુત નંબરવાળી ચલણી નોટ હોય. એટલે કે જો એમાં 786 નંબર હોય, 111 હોય, 555 હોય કે આવા કોઈ અજોડ નંબર હોય તો આવી નોટો ની કિંમતો લાખોમાં આંકવામાં આવે છે જી હા, મિત્રો ચોંકી ગયા ને.
જો તમારી પાસે પણ એક રૂપિયાની આવી જૂની ચલણી નોટો હજી સુધી સાચવી રાખી હોય તો તે તમને બનાવી શકે છે લાખોપતી. કેમ કે આવા યુનિક નંબર વાળી નોટો ની કિંમત તો લાખો ની અંદર આંકવામાં આવે છે. અને જો તમારી પાસે બીજા કોઈની પણ રૂપિયાની નોટ હોય તો તેના હજારો રૂપિયા મળે છે. તો તમે પણ આ રીતે જુની નોટ સાચવીને બની શકો છો લાખોપતી હતી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.