આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા લોકોની કે જેની ઊંઘ ૩ થી ૫ ની વચ્ચે ઉડી જાય છે. મિત્રો ઘણા લોકો એવા હશે કે જેને રાત્રિ દરમિયાન ઘણી વખત ઊડી જતી હોય છે. પરંતુ આ લોકો આ વાતને સામાન્ય ગણીને ફરીથી સૂઈ જાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય દરમ્યાન ઊંઘ ઉડવી એ અમુક વસ્તુઓનો સંકેત છે.
જી હા, ઘણા લોકો આ વસ્તુને ખૂબ સામાન્ય ગણીને તેને ઈગ્નોર કરતા હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૩ થી ૫ વાગ્યા દરમિયાન જો કોઈ ની ઊંઘ ઉડે તો તે કોઇ દેવી શક્તિના સંકેત હોઈ શકે છે. રાત્રિના ત્રણ થી પાંચ વાગ્યા દરમ્યાન આ સમયગાળાને અમૃત વેળા કહેવામાં આવે છે. આ સમય દરમ્યાન અનેક અલૌકિક શક્તિઓ જાગ્રત હોય છે. તથા તે આકાશમાં પરિભ્રમણ કરતી હોય છે.
આ શક્તિઓ ખૂબ જ અલૌકિક અને દિવ્ય હોય છે. તે સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. અને આ સકારાત્મક શક્તિઓ આ સમય દરમ્યાન એવા જ લોકોને ઉઠાડે છે કે, જેને તેઓ ખુશ જોવા માંગતા હોય આથી જે લોકોને ઊંઘ ૩ થી ૫ વાગ્યા દરમિયાન ઊઠે છે તે લોકો આ દેવીય શક્તિના ફળ સ્વરૂપ છે.
જે વ્યક્તિઓની ઊંઘ ૩ થી ૫ ની વચ્ચે ઉઠે છે તે લોકો હંમેશાં સકારાત્મક ઊર્જા ધરાવે છે. અને પોતાના સકારાત્મક અભિગમ ના કારણે પોતાના જીવનમાં અનેક સફળતાઓ મેળવી છે. આથી જો તમારી પણ ઊંઘ ૩ થી ૫ વાગ્યા દરમિયાન ઉડતી હોય તો તેને નજર અંદાજ ન કરો કેમકે આ એક દિવ્ય શક્તિનો પ્રભાવ હોઈ શકે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.