જો તમારા પગ માંથી પણ આવે છે દુર્ગંધ તો કરો આ ઘરેલુ ઉપાય.

મિત્રો ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ છે અને વરસાદના કારણે ઘરમાં સતત બે જ રહેવાના કારણે દરેક જગ્યાએથી અજીબ પ્રકારની વાસ આવે છે. પરંતુ જે લોકો ઘરની બહાર job કરવા જાય છે તે લોકોના પગ વરસાદ માં પલાળવા ના કારણે અજીબ પ્રકારની વાસ મારે છે. આ ઉપરાંત નોકરી દરમિયાન સતત બૂટ-મોજાં પહેરવા ના કારણે પણ ઘણા લોકોના પગમાં થી ખુબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે અને લોકો પોતાની જ આ દુર્ગંધથી પરેશાન થઈ જાય છે.

લોકો આ દુર્ગંધને દૂર કરવાના ઘણા ઉપાય કરે છે, છતાં પણ તેની આ દુર્ગંધ દુર થતી નથી. લોકો પોતાના પગ ધોઈ લે છે આમ છતાં પણ તેની આ દુર્ગંધ દુર થતી નથી, જેથી બહાર ગામ જતી વખતે આ લોકો શરમ અનુભવે છે. પરંતુ અમે આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપાય કે જે કરવાથી તમે પણ છુટકારો મેળવી શકશો તમારી આ પગ ની દુર્ગંધ માંથી.

-પગ માંથી આવતી આ દુર્ગંધ દૂર કરવા માટે જો એક અઠવાડિયા સુધી દરરોજ અડધો કલાક ચા વાળા પાણીમાં પલાળી રાખવામાં આવે તો પગમાં રહેલ ખરાબ તત્વો ચાના પાણીમાં ભળી જાય છે. અને તમારા પગ નો બધો જ ભેજ શોષાઈ જાય છે. જેના કારણે તમને પગમાંથી આવતી દુર્ગંધમાંથી રાહત મળે છે. આ ઉપાય સતત એક અઠવાડિયા સુધી કરવાથી તમને લાંબો સમય સુધી પગની દુર્ગંધથી રાહત મળે છે.

-મીઠા વાળા પાણીથી પગ ધોવા ના કારણે પણ તમારા પગની દુર્ગંધ દુર થાય છે. આ માટે બે લીટર પાણીમાં એક કપ મીઠું ભેળવીને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેમાં તમારા પગને થોડીવાર રાખો અને પગના નખ તથા એડીના ભાગમાં ધીમેધીમે બ્રશ ફેરવો. આમ કરવાથી તેમાં રહેલો મેલ દૂર થઈ જશે અને આ મેલ ના કારણે તમારા પગ માં થી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જશે.

-ઘણી વખત પગમાં દુર્ગંધ આવવા નું કારણ તમારું બુટ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે આપણા બુટ મેલા થઈ જાય છે ત્યારે આપણે તેને પાણીથી ધોઈને સાફ કરીએ છીએ. પરંતુ જો તમારા બુટ પાણીથી સાફ કર્યા બાદ બરાબર સુકાયા ન હોય તો તેમાં ભેજ રહી જવાના કારણે પણ તે વાસ મારે છે. આથી તેને આખો દિવસ પહેરી લેવાના કારણે તમારા પગમાં પણ વાસ આવે છે.

-આથી તેમાંથી છુટકારો મેળવવા માટે જ્યારે તમે તમારા બુટ ને ધૂઓ ત્યારે તેને બરાબર સૂકાવા દો અને ત્યાર બાદ જ તેને પહેરો. આ ઉપરાંત બુટ ને ધોયા બાદ તથા સુકાઈ ગયા બાદ તેમાં લવંડર તેલ ના બેથી ત્રણ ટીપાં નાખી શકો છો જેના કારણે તે બુટ માંથી ખરાબ વાસને દૂર કરે છે. અને તમારા પગને ઈંફેક્શનથી પણ બચાવે છે.

-આખો દિવસ બોટને મોજા પહેરી લેવાના કારણે તમારા પગમાં સતતપરસેવો વળતો રહે છે જેના કારણે તમારા પગ માંથી દુર્ગંધ આવ્યા કરે છે. તમારા પગમાં ઉત્પન્ન થનારો આ પરસેવો તમારા મોઢામાં તથા તમારા બુટમાં પણ સોસાય છે જેને કારણે જ્યારે તમે બુટ ને ઉતારી દો છો ત્યારે પણ તેમાં તમારા પરસેવો શોષી લે છે.

-આથી બીજે દિવસે આ બુટ ને પહેરવામાં આવે તો તમારા પગ સાફ હોવા છતાં પણ તેમાં થી વાસ આવે છે. આ પ્રકારની વાસથી બચવા માટે તમારા બુટ ને અઠવાડિયામાં એક વખત તડકામાં સુકવી લો. સૂર્યના તડકામાં બૂટને સુકવવા ના કારણે તેમાં રહેલા ખરાબ તત્વો બેકટેરિયા તથા ભેજ હવામાં ઉડી જાય છે. જેને કારણે બૂટ માથી આવતી વાસ દૂર થાય છે. આથી તેને પહેર્યા બાદ તમારા પગ માથી પણ વાસ આવતી નથી.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *