મિત્રો આપણે ત્યાં એવી માન્યતા છે કે જો કિન્નરો કોઈ ને સાચા દિલથી આશીર્વાદ આપે તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે. તમે ઘણી વખત જોયું હશે, કે તમારા શુભ પ્રસંગે કિન્નરો તમારા ઘરે આવી જાય છે. તથા તમારી પાસેથી બક્ષિસની આશા રાખે છે. અને જો તમારી પાસેથી યોગ્ય પ્રમાણમાં મળે તો તે તમને ખૂબ સારા આશીર્વાદ પણ આપે છે. અને કિનારો ના આશીર્વાદ મેળવીને લોકો પોતાની જાતને ધન્ય સમજે છે.
આપણા સમાજમાં જે લોકો ન તો પૂરેપૂરા મર્દ કે ન તો પૂરેપૂરા સ્ત્રી હોય તેને કિન્નર નો દરજ્જો આપવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે કિન્નરોને દેવી દેવતાઓના આશીર્વાદ હોય છે જેથી જો તે કોઈ બીજા વ્યક્તિને આશીર્વાદ આપે તો સામેવાળા વ્યક્તિ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. આથી જ લોકો પોતાના શુભ પ્રસંગો ને પાર પાડવા માટે કિન્નરોને યોગ્ય પ્રમાણમાં દક્ષિણા પણ આપે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કામ કે જે જો કિન્નર તમારા ઘરે આવે તો તુરંત જ કરવા જોઈએ.
જો કોઈ શુભપ્રસંગે અથવા તો આડા દિવસે પણ જો કિન્નર તમારા ઘરે આવે તો તમારે તે કિન્નર પાસેથી અવશ્ય અને અવશ્ય આશીર્વાદ મેળવવા જોઈએ ભલે તેના માટે તે કંઈ પણ કરવું પડે. આ ઉપરાંત જો ઘરે આવે તો તેને જરૂર ને જરૂર કંઈક દક્ષિણા આપવી જોઈએ. આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા તમારા અટકેલા કામો પૂર્ણ થાય છે.
જ્યારે પણ તમારા ઘરે કિન્નર આવે અથવા તો કોઈ જગ્યાએ તમને કિન્નર નો ભેટો થાય તો શક્ય બને તો તેની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈ લેવો. કિન્નર પાસેથી મળેલો આ રૂપિયાનો સિક્કો કાયમી માટે સાચવીને તમારા પાકીટમાં રાખી દેવો. કેમકે જે વ્યક્તિ આ રૂપિયાનો સિક્કો મેળવી લે છે તે ખૂબ જ ભાગ્યશાળી બની જાય છે, તથા તેના જીવનમાં હંમેશાં એ માટે ખુશીઓ આવતી રહે છે. આથી જો શક્ય બને તો કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈ લેવો અને તેને કાયમી માટે તમારી પાસે સાચવી રાખવો.
જ્યારે પણ કિન્નર તમારા ઘરે આવે અને તેને તમે દક્ષિણા આપો ત્યારે દક્ષિણા આપ્યા બાદ તેને હંમેશા એક વાત પુછવી કે તમે ફરીથી પાછા ઘરે ક્યારે આવશો? જી હા, વાંચવામાં અજીબ લાગશે. પરંતુ આમ કરવાથી એવું સાબિત થાય છે કે તમે તેને દિલથી દક્ષિણા આપી રહ્યા છો જેને કારણે કિન્નરો પણ તમારી આ વાત સાંભળીને તમને દિલથી આશીર્વાદ આપશે. અને આપણે સૌ જાણીએ છીએ કે જો કિન્નરોના સાચા દિલથી મળેલા આશીર્વાદ મળી જાય તો તમારો બેડો પાર થઈ જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.