નમસ્કાર મિત્રો દુનિયામાં કરોડો લોકો એવા છે જે પોતાના ચહેરાને ગોરો બનાવવા માંગે છે. ઘણી વખત આવા લોકો ખૂબ જ મોંઘી મોંઘી બ્યુટી ક્રીમનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમાં તેને કોઈ નક્કર પરિણામ મળતું નથી. આ મોંઘાદાટ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાના કારણે તેના પૈસા તો ખર્ચાય જ છે પરંતુ તેની સ્કિનને પણ નુકસાન થાય છે. પરંતુ જો તેની જગ્યાએ કુદરતી ઉપચાર કરવામાં આવે તો તમારા પૈસા પણ બચે છે તથા તમારા ચહેરા પર કુદરતી ચમક પણ આવે છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જે કરવાથી તમે પણ મેળવી શકશો એકદમ ગોરી ત્વચા અને એ પણ વધુ પૈસા ખર્ચ્યા વગર. તો ચાલો જાણીએ શું છે આ ઘરેલુ ઉપચાર.
આપણે દરેક લોકો લીંબૂના ગુણો વિશે તો જાણીએ છીએ. તમને ખબર જ છે કે લીંબુનો રસ તમારા ચહેરાની સુંદરતા વધારવામાં અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. તો તમારા ચહેરાને ગોરો બનાવવા તો તમારે લીંબુના રસનો ઉપયોગ કરવાની જરૂર છે. કેમ કે, લીંબુના રસમાં રહેલ વિટામિન સી ચહેરા પરની વધારાની ધૂળ અને પ્રદૂષણને દૂર કરે છે જેને કારણે તમારો ચહેરો એકદમ ગોરો બની જાય છે.
આ માટે સૌથી પહેલા અડધા લીંબુનો રસ કાઢી લો અને ત્યારબાદ આ રસમાં થોડું એલોવેરા જેલ ભેળવી દો. હવે આ પેસ્ટને બરાબર હલાવીને મિક્સ કરી લો, હવે અડધા લીંબુની છાલને તમારા ચહેરા પર બરાબર ઘસો જેને કારણે તમારો ચહેરો પહેલાં સાફ થઈ જશે, ત્યારબાદ તમારા ચહેરા પર લીંબુ અને એલોવેરા ની પેસ્ટ લગાવી લો આ પેસ્ટ લગાવ્યા બાદ ૩૦ મિનિટ સુધી આ પેસ્ટને તમારા ચહેરા પર રહેવા દો.
ત્યારબાદ તમારા ચહેરાને સાદા પાણીથી બરાબર સાફ કરી લો. આ રીતે દરરોજ તમારા ચહેરા પર એક વખત આ પેસ્ટ લગાવીને ચહેરાને સાફ કરી લો. આવું અંદાજે એક મહિના સુધી કરવાથી તમે તમારા ચહેરામાં સીધો જ ફરક જોઈ શકશો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.