ભારત દેશની અંદર ગંગાને માતા અને દેવી નું સ્થાન આપવામાં આવ્યું છે. કેમ કે ભારત દેશની સૌથી પવિત્ર નદી કોઈ હોય તો તે છે ગંગા નદી. ભારતના પૌરાણિક શાસ્ત્રો ની અંદર પણ ગંગા નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેને વિશ્વની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. આપણા પૌરાણિક કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ગંગા નદીમાં સ્નાન કરશે તો તેના પાપ દૂર થઈ જશે.
જે લોકોનું ભાગ્ય તેનું સાથ આપતું નથી તેવા લોકો આ ગંગા નદીના પૂજન-અર્ચનના કારણે તેનું નસીબ બદલાય જાય છે અને તેનું દુર્ભાગ્ય પણ દૂર થઇ જાય છે. પૌરાણિક સમયમાં રાજા ભગીરથે કઠોર તપ કરીને સ્વર્ગમાંથી ગંગા નદીને ધરતી પર લાવ્યા હતા. જેથી કરીને પૃથ્વી ની બરકત વધી હતી અને પૃથ્વીના લોકોનો ઉદ્ધાર થયો.
આજે ભારત દેશના હજારો હિન્દુઓ એવા છે કે જે ખૂબ જ શ્રદ્ધાથી પોતાના ઘરમાં આ ગંગાજળ લાવે છે અને કાયમી માટે પોતાના ઘરમાં આ ગંગાજળ રાખવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે લોકો પોતાના ઘરમાં આ ગંગાજળને સાચવીને રાખે છે તેવા લોકોએ આ અમુક બાબતોની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ગંગાજળ ને હંમેશા તાંબા કે ચાંદીના વાસણમાં રાખવું જોઈએ મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલ ની અંદર ગંગાજળને રાખતા હોય છે જે અશુભ માનવામાં આવે છે.
ઘરના જે ખૂણામાં ગંગા જળ રાખવામાં આવે છે ત્યાં કાયમી માટે સાફ-સફાઈ રાખવી જોઈએ અને ત્યાં સફાઇનું ખાસ મહત્વ હોવું જોઇએ ગંગાજળ ખૂબ જ પૂજનીય છે અને આથી તેની આસપાસની જગ્યા પવિત્ર હોવી જોઈએ.
જો તમે ઘરમાં ગંગાજળ રાખતા હોય તો થોડા થોડા સમયે તમારા ઘરના દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ જેને કારણે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
ગંગાજળ ને ક્યારેય પણ કોઈ દિવસ અંધારી જગ્યા પર ન રાખવું જોઈએ.
દર શનિવારે એક કળશ ની અંદર સાફ જળ લઈ તેની અંદર ગંગાજળના થોડાક ટીપા ઉમેરી દો અને આ પાણી પીપળાને ચઢાવવાથી તમારા કુંડળીમાં જો શનિ નો દોષ હોય તો તે દૂર થઈ જાય છે.
ગંગા નદીનું અથવા તો બીજી કોઈ પણ પવિત્ર નદી નું જળ જો તમે ઘરમાં રાખતા હોવ તો હંમેશા તેના ઈશાન ખુણાની અંદર રાખવું હિતાવહ છે.
ઘરમાં રાખેલા ગંગાજળને ક્યારેય કોઈ દિવસ ખરાબ હાથેથી કે ગંદા હાથથી અડવું ન જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.