જીરા સાથે મેળવીને પીવો આ વસ્તુઓ, માત્ર એક જ અઠવાડિયામાં દૂર થશે ચહેરાની દરેક સમસ્યા.

આપણા રસોડામાં શાક અને દાળનો વઘારમાં વપરાતા જીરાને વિટામિ ઈ નો વિપુલ સ્ત્રોત માનવામાં આવે છે. જીરા ની અંદર રહેલ વિટામિન ઈ તમારી ત્વચાને લગતી દરેક બીમારીઓ કરશે દૂર. ચહેરા પર થયેલા ખીલ, કાળાદાગ તથા અન્ય કોઈપણ સમસ્યાના નિવારણ માટે જીરાને પીસીને કોઈપણ ફેસપેકમાં ભેળવીને ચહેરા પર લગાવી દો. આમ કરવાથી ચહેરા ને લગતી દરેક સમસ્યામાંથી મળશે તમને રાહત.

જીરા ની અંદર વિટામીન એ ઉપરાંત તે ખૂબ જ સારું એન્ટિ ઓક્સિડન્ટ છે. આથી જીરાના પાઉડર ને કોઈપણ ફેસપેક સાથે ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે તથા તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. જેથી તમારા ચહેરા પરના વધતી ઉંમરના નિશાન દૂર થાય છે. ચહેરાની ત્વચા ટાઇટ થાય છે.

જીરા ની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ તમારા ચહેરાને ઇવન ટોન બનાવી તમારા રૂપને નિખારે છે. જીરાના પાઉડર સાથે લીંબુનો રસ ભેળવી ચહેરા પર સ્ક્રબ કરવાથી ચહેરા પરની ડેડ સ્કિન દૂર થાય છે તથા ચહેરા પર ચમક આવે છે. આમ કરવાથી ચહેરા પરના બ્લેક હેડ પણ દુર થાય છે.

આ ઉપરાંત જીરા ની સુગંધ મનને પ્રફુલ્લિત કરનાર હોય છે. જેથી જીરા ની પોટલી બનાવી રાત્રે સૂતા સમયે ઓશિકા પાસે રાખવાથી ખૂબ સારી ઊંઘ આવે છે.

આમ ઘરમાં મસાલા તરીકે વપરાતા આ જીરાનું યોગ્ય રીતે ઉપયોગ કરી તમારા ચહેરા ની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *