જાણો તમારી રાશિ અનુસાર કયો રત્ન રહેશે તમારા માટે સૌથી વધારે ફાયદાકારક

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિના જાતકો માટે અલગ-અલગ પ્રકારની અલગ-અલગ પ્રભાવ પાડતો હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક રાશિ માટે કયા પ્રકારની વિટી માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ.

સિંહ રાશી

આ રાશિના જાતકોને ખૂબ જ દયાળુ સમજવામાં આવે છે, અને એટલા માટે જ તે પોતાની પાસે રહેલી કોઈપણ વસ્તુ બીજા લોકોને આપી દેતાં અચકાતા નથી, અને એટલા માટે જ આ રાશિના જાતકોને પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. તેને ખૂબ સામાન્ય વસ્તુઓ પણ ઘણા સંઘર્ષ બાદ મળે છે. આ રાશિના જાતકો માટે માણેક, લાલ સ્ટોન કે ગારનેટ પથ્થર ધારણ કરવો ખૂબ જ ફાયદાકરક સાબિત થાય છે અને તે તેના દરેક કાર્યમાં સફળતા અપાવે છે.


મિથુન રાશિ

આ રાશિના જાતકો કલાપ્રેમી હોય છે, તથા આ રાશિના જાતકો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ રાશિના લોકોને કોઈપણ વસ્તુ હાસલ કરવા માટે વધારે મહેનત ની જરૂર પડે છે. કેમ કે, તેના દરેક કાર્યમાં તેનું ભાગ્ય સાથ આપતું નથી અને આ માટે જ આ રાશિના જાતકોને પન્ના ની વીંટી ધારણ કરવી જોઈએ. જેના કારણે તેનું ભાગ્ય તેનો સાથ આપવા મંડેં છે. આ ઉપરાંત આ રાશિના જાતકો નીલમ રત્નો પણ પહેરી શકે છે.

વૃષભ રાશી

આ રાશિના લોકો ખૂબ જ ધૈર્યવાન હોય છે અને સાથે સાથે તે ખૂબ જ ભાવુક પણ હોય છે. જે આ રાશિના લોકોની સૌથી મોટી કમજોરી છે. વૃષભ રાશિના લોકોના આ નેચર ના કારણે બીજા લોકો તેનો ફાયદો ઉઠાવી જાય છે. આ રાશિના જાતકોએ હીરાની વીંટી ધારણ કરવી જોઈએ જેના પ્રભાવથી તે ખરાબ સંગતથી દૂર થાય છે. આ રાશિના જાતકોએ માણેક ધારણ ન કરવો જોઈએ કેમકે તેનાથી તેને ધનહાનિ થઈ શકે છે.

કન્યા રાશિ

આ રાશિના જાતકો પોતાના જીવનમાં આવેલી દરેક સમસ્યાઓનો હલ ખૂબ સારી રીતે કાઢી શકે છે. આ રાશિના લોકોમાં દયા ભાવ ખૂબ જ સારો હોય છે તથા તે બીજા લોકોના દુઃખ માં પણ સારી રીતે ભાગ લે છે. પરંતુ આ રાશિના લોકોનો ચંચળ સ્વભાવ તેના માટે સમસ્યાનું કારણ બની રહે છે. કન્યા રાશિના જાતકો માટે પન્ના રત્નો ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

મેષ રાશિ

આ રાશિના જાતકો ખૂબ જ ગુસ્સેલ સ્વભાવના માનવામાં આવે છે અને તે નાની નાની વાત પર ખુબ જ ગુસ્સો કરે છે. આ ઉપરાંત આ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી સ્વભાવના હોય છે. મેષ રાશિના જાતકો માટે ગાર્નેટ રત્ન ધારણ કરવો ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આ રત્ન તેના મનને શાંત કરે છે. આ રાશિના જાતકોએ હીરાનો રત્ન ક્યારે ધારણ ન કરવો જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *