આજના સમયમાં લોકોની બદલાતી જતી જીવનશૈલી અને ખોરાકના કારણે લોકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાય છે. આજના સમયમાં જો સૌથી વધારે કોઈ બીમારી લોકોને સતાવતી હોય તો તે છે કબજિયાત.
ભોજનની અનિયમિતતાને કારણે લોકો આજે કબજિયાતની બીમારી થી પીડાતા હોય છે, પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે કાયમી માટે રાખી શકશો તમારા પેટને સાફ.
૧. વધારે પડતું તેલવાળું કે મસાલાવાળું ન ખાવું
સૌથી પહેલા જો તમારે તમારા પેટને સાફ રાખવું છે તો તેલવાળું અને વધુ મસાલાવાળું ખાવાનું હંમેશા ટાળવું જોઈએ. આમ કરવાથી તમારા જઠરમાં રહેલો ખોરાક આસાનીથી બચી જશે.
૨. તાજા ફળ અને શાકભાજી ખાવા
તમારા ભોજનમાં બને ત્યાં સુધી તાજા શાકભાજી અને ફળો ખાવાનો આગ્રહ રાખવો. વધુ પડતા વાસી ખોરાકને કારણે પણ કબજિયાતની બીમારીઓ સર્જાય છે.
૩. એકધારું લાંબો સમય માટે બેઠી ન રહેવું
જો તમારે સતત બેસી રહીને કામ કરવાનું હોય તો તમારા આ કાર્ય ની અંદર વચ્ચે વચ્ચે થોડોક સમય ઉભા થઇ અને ચાલવું જોઈએ. આમ કરવાથી જમેલો ખોરાક આસાનીથી પચી જાય છે તથા મેટાબોલિઝમ સિસ્ટમ મજબૂત બને છે.
૪. પૂરતા પ્રમાણમાં પાણી પીવું
સતત વધુ પડતા કામના કારણે લોકો પાણી પીવાનું સદંતર ભૂલી જ જાય છે. શરીરમાં પાણીનો ઘટાડો એ કબજિયાત થવાનું મૂળ કારણ છે. આથી હંમેશા પ્રતિદિન ૩ થી ૪ લીટર પાણી પીવાનું રાખવું જેથી શરીરમાં ક્યારેય ડીહાઇડ્રેશન ન થાય.
૫. સ્ટ્રેસ ન રાખો
કામના વધુ પડતા સ્ટ્રેસના કારણે પણ કબજિયાતની બીમારી સર્જાઇ શકે છે. આથી કોઈપણ કાર્યમાં વધુ પડતો સ્ટ્રેસ ન લેવો.
૬. આમળા કે ત્રિફળાનું ચૂર્ણ
આમળા એ આપણા મેટાબોલિઝમ સિસ્ટમ માટે ખૂબ જ કારગર ઔષધી છે. આથી દરરોજ બને તો આમળાનો જ્યુસ કે ત્રિફળાનું ચૂર્ણ લેવું કબજિયાત માટે ખૂબ જ હિતકારી છે.
૭. આદું અને લીંબુનો પ્રયોગ
તમારા પેટને સાફ કરવા માટે આદુના થોડા કટકા ની અંદર લીંબુ નીચોવી થોડુંક ઉમેરી ખાવાથી પેટ સાફ થઈ જાય છે.
૮. પૂરતા પ્રમાણમાં ઊંઘ
દિવસ દરમિયાન ગમે તેટલું કામ હોય છતાં પણ વ્યક્તિએ રાત્રે હમેશા પૂરતી અને એકધારી ઊંઘ લેવી જોઈએ, જેથી તેના પાચનતંત્રને આરામ મળે છે અને તેનું પેટ સાફ આવે છે.
૯. યોગ અને વ્યાયામ
કોઈપણ બીમારી નો ઈલાજ છે યોગ અને વ્યાયામ. દરરોજ સવારે નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી પણ તમારા પેટમાં જમા થયેલ વધારાની ગંદકી દૂર થશે અને તમારું પેટ સાફ થઈ જશે.
૧૦. બહારનું ખાવાનું ટાળો
બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું જોઈએ કેમકે બહારના ખાવામાં ઉપયોગમાં લેવાતા મસાલા અને તેલ ખુબ જ ખરાબ હોય છે. જે તમારા પાચનતંત્રને ખૂબ નુકસાન પહોંચાડે છે.
આમ ઉપર બતાવ્યા મુજબ ના આ 10 નુસખા અપનાવવાથી તમે પેટને લગતી દરેક બીમારીઓથી બચી શકશો તથા તમારુ પેટ અવશ્ય સાફ થઈ જશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.