જાણો શા માટે થાય છે શરીરમાં પથરી? આ છે તેની પાછળના કારણો..

ઘણી વખત આપણે સામાન્ય પેટ દર્દ ને અવગણી દઈએ છીએ જે આગળ જતા આપણા માટે ખતરો સાબિત થઈ શકે છે. કેમ કે વારંવાર અને સતત ધુમું ધીમું પેટમાં દુખે એ પથરી થવાના પ્રાથમિક સંકેતો છે. સામાન્ય રીતે પથરી કિડનીમાં અને પિતાશયમાં બે જગ્યાએ થાય છે. પથરી એક પ્રકારનો નાં એવો પથ્થર છે કે જે આપણા કિડનીમાં કે પિત્તાશયમાં રોકાઈ જાય છે અને જ્યારે આ પથ્થર પોતાની જગ્યાએથી હાલે છે ત્યારે તે શરીરની અંદર અસહ્ય પીડા ઉત્પન્ન કરે છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે પથરીના દરદીઓને જ્યારે દુખાવો ઉપડે છે ત્યારે તે અસહ્ય હોય છે. જ્યારે પથરીનું દર્દ ઉત્પન્ન થાય ત્યારે નછૂટકે લોકોને ઇન્જેક્શન લેવું પડે છે અને ત્યારબાદ ઘણી સારવાર કર્યા બાદ જ તમે પથરીમાં થી છુટકારો મેળવી શકો છો. કિડનીમાં રહેલી પથરી દૂર કરવી પ્રમાણમાં સહેલી હોય છે. પરંતુ પિત્તાશયમાં થયેલી પથરી ખૂબ જ અઘરી પડે છે. ઘણી વખત આપણને મનમાં પ્રશ્ન થાય કે ખરેખર પથરી થવા પાછળનું કારણ શું હશે? તો આજે અમે લાવી રહ્યા છીએ આપના પ્રશ્નનો સમાધાન.

શું છે પથરી થવાનું કારણ?

પથરી એ તમારા કિડનીમાં રોકાયેલો એક નાનો એવો પથ્થર છે. પથરી થવાની શરૂઆત પથ્થરની નાની કણી થી થાય છે. જ્યારે તે તમારા પિત્તાશયની અંદર કે કિડનીની અંદર રોકાઈ જાય છે ત્યારે તે તેની પાછળ આવતા બીજા પથ્થરોને પણ રોકી લે છે. આમા નાની એવી કાકરી ધીમે ધીમે બીજા કણો સાથે ભેગી થઇને મોટી બનતી જાય છે અને અંતે તે પથરીનું રૂપ લઈ લે છે.

સામાન્ય રીતે પથરી થવાનું મુખ્ય કારણ છે શરીરમાં કાંકરીના કણોનું જમા થવું. જો તમે વારંવાર દુષિત પાણી પીતા હોવ કે માટી વાળો ખોરાક ખાતા હો તો આ ખરાબ પાણી કે ખોરાકની સાથે આવેલી માટીના કણો તમારી કિડની માટે જાય છે જે આગળ જતા પથરી નુ સ્વરુપ ધારણ કરે છે.

આ ઉપરાંત જે લોકો જામફળ, ટમેટા, પાલક વગેરે જેવી નાના-નાના બીજ વળી વસ્તુઓ ખાય છે, તેવા લોકોને પથરી થવાની સંભાવના વધી જાય છે. કેમ કે તમે ખાધેલા આ નાના-નાના બીજ તમારી કિડની માં અટવાય જાય છે જેને કારણે તે આગળ જતાં પથરી થવાનું મુખ્ય કારણ બની શકે છે.

પીતાશય ની કોથળી માં થતી પથરીનું મુખ્ય કારણ છે તમારા શરીરમાં વધી રહેલ કોલેસ્ટ્રોલ. જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે તે ધીમે ધીમે પિત્તાશયની કોથળીમાં પણ એકઠું થવા માંડે છે. સમય જતા આ કોલેસ્ટ્રોલ એકદમ કઠોળ પથ્થર જેવા દ્રવ્યો માં ફેરવાઈ જાય છે અને અંતે તે પથરીનું રૂપ ધારણ કરે છે.

આમ શરીરમાં પથરી થવાનું મુખ્ય કારણ દુષિત પાણી, દૂષિત ખોરાક તથા ચરબીવાળો ખોરાક ખાવો છે. જો તમે બને ત્યાં સુધી પીવાનું ચોખ્ખું પાણી અને ખોરાક તથા તમારા શરીરમાં હાનિકારક તોડના કણોને જતા અટકાવો તો તમે પથરી થી બચી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *