નાની ઉંમરમાં જ વાળ ખરવાની અને ટાલ પડવાની પરેશાનીથી હેરાન થઈ રહેલા લોકો માટે આ એક આસાન આયુર્વેદિક નુસખો ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણા લોકો પોતાના વાળને એકદમ ઘાટા અને બ્લેક કરવા માટે આ ખાસ ઉપચાર નો ઉપયોગ કરે છે.
જો તમે વાળને એકદમ ઘાટા કરવા માટે ઘણા તેલ અને દવાઓ નો ઉપયોગ કરી ને કંટાળ્યા હોય તો આ આ ઉપચાર ને પણ અજમાવીને જોવો, જાણો આ ઉપચાર ને કઈ રીતે બનાવી શકાય. જેનાથી તમારે ખરતા વાળ અટકી જાય અને માથામાં પડેલી ટાલને કારણે શરમાવવું ન પડે.
હવે આ દવા બનાવવા માટે કેટલીક જડીબુટ્ટીઓની જરૂર પડશે જે તમને પ્રોવિઝન સ્ટોર પરથી સહેલાઇથી મળી જશે. સૌથી પહેલા અમરબેલ, આંબલા અને શિકાકાઈ તેમજ રીઠા ને 25-25 ગ્રામ બરાબર માત્રામાં ખરીદી લો. રતનજોત પણ તમને પ્રોવિઝન સ્ટોર પર જ મળી જશે, રતનજોત દાજ્યા ના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ ચારેયને સારીરીતે ધોઈ નાખો અને પછી તેને સુકવવા મૂકી દો. સુકાય ગયા પછી સારી રીતે પીસી નાખો. (મિક્સરમાં ના પીસવું), ખાંડની દસ્તા વડે જ પીસવું. પીસી ને ચૂર્ણ બનાવી અને તે ચૂર્ણ માં સરસોનું તેલ ભેળવીને મૂકી દયો. થોડા દિવસોમાં એ તેલનો કલર બદલાઈ જશે. તેનો કલર લાલ થઈ જશે. તેલ નો રંગ લાલ થાય પછી જ તેનો ઉપયોગ કરવો.
આવી રીતે ઉપયોગ કરવો
દરરોજ ત્રણ દિવસ સુધી રાત્રે સુતા પહેલા આ તેલ થી સારી રીતે માલીશ કરવી અને એક કપડાનો ટુકડો માથા પર બાંધીને સુઈ જવુ. પછી ના દિવસે સવારે માથાને સારી રીતે અને આછું શેમ્પુથી ધોઈ લેવું. થોડા સમય માટે માથું લાલ થી જશે, એટલા માટે પોસીબલ હોય તો આ તેલ રાત્રે જ લગાવવું.
થોડા દિવસો સુધી તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમને જરૂરથી ફરક દેખાશે.