મહેંદી વાળ માટે ખુબજ ઉપયોગી છે. આજે અમે મહેંદી ના ગુણો અને મહેંદી લગાડવાની સાચી રીત જણાવીશું
મહેંદી ના ગુણો
-વાળ પર મહેંદી લગાવવાથી વાળની ગુણવતા સુધરે છે. મહેંદીને મેથી સાથે પલાળીને વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યા ઓછી થાય છે.
-મહેંદીમાં ઈંડું, દહીં જેવા પદાર્થો મિક્ષ કરવાથી તે વાળને મોઈશ્ચરાઈઝ કરે છે.
-મહેંદી તમારા વાળમાંથી ખોળો દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રુપથી મહેંદીનો ઉપયોગ કરવાથી ખોડો ગાયબ થઈ જશે, અને તે ફરીવાર નહીં થાય.
-મહેંદીમાં પ્રાકૃતિક ગુણ હોય છે. જે માથાને ઠંડક પહોંચાડે છે તેમજ ખંજવાળ દુર કરે છે.
-મહેંદી સુરક્ષિત છે અને કેમિકલ ફ્રી પણ હોય છે. માટે તે હેર ડાઈ કરવા માટે એક સારો વિકલ્પ છે
-મહેંદી વાળ ને મજબૂત બનાવે છે. અને ખરતા પણ અટકાવે છે.
-મહેંદી લગાડવાથી વાળ ઓઈલ ફ્રી દેખાય છે.
મહેંદી લગાડવાની સાચી રીત
જો તમને બ્લેક કલર જોઈતો હોય તો
તેમાં આમળા અને અન્ય અનેક પ્રકારના બીજા પદાર્થો ભેળવવાના હોય છે જે ભૂરા થઇ ગયેલ વાળ ને કળા કરવાનું કામ કરે છે. તો જો તમને તમારા વાળને કાળા કરવા છે અને જો મહેંદી પાઉડરમાં આમળા પહેલાથીજ ભેળવેલ હોય તો તમારે માત્ર બ્લેક ટી મિક્સ કરવાની છે.
જો તમને વાઈબ્રેટ રેડ (બરગંડી) કલર જોઈતો હોય તો
જો તમને વાઈબ્રેટ રેડ (બરગંડી) કલર જોઈતો હોય તો તેમાં કાથો મિક્ષ કરો. જે કાથો પાન માં લગાડીને ખાવાનો હોય તે. અને તેને લોખંડ ના કાટ લાગેલ પાત્ર માં જ ભેળવો. અને એક રાત સુધી પલાળી રાખવી.
મહેંદી લગાવતા પહેલા તેને કેવી રીતે મિક્સ કરવી
– એક લોખંડ ના પાત્ર મહેંદી પાઉડર નાખો.
– એક ગ્લાસ જેટલા પાણીમાં ચા ની ભૂકી નાખીને થોડી વાર ઉકાળો અને જ્યારે અડધું પાણી ઉડી જાય ત્યારે તે પાણીમાં મહેંદી ભેળવી દો.
– અને પછી તેમાં ઇંડા અને દહીંને જરૂર મિક્સ કરો જેથી વાળ સુકાન થાય
– જેવા વાળ જોઈતા હોય તે પ્રમાણે ઉપર જણાવ્યા પ્રમાણે પદાર્થો ને ભેળવો.
– મહેંદીને આખી રાત પલાળીને રાખો.
– જો તમને શરદી નો કોઠો હોય તો મહેંદી લગાવ્યાં પછી શરદી-ઉઘરસ થઈ જાય છે એટલે જો શિયાળો હોય તો તેને ગરમ પાણીથી મિક્સ કરો.
– મહેંદીની સુગંધ જો તમને ગમતી ન હોય તો તેમાં તમે ગુલાબજળ મિક્સ કરી શકો છો. આ સિવાય એસેન્શિયલ ઓઇલના થોડાં ટીપાં પણ નાખી શકાય છે.